આપણે ગૌપ્રેમીઓ તો ઘણા પ્રકારના જોયા હશે. પરંતુ કચ્છમાં અનોખા ગૌભક્ત છે. તેઓએ પોતાના દીકરા-દીકરીના લગ્નની કંકોત્રી ગાયના ગોબરમાંથી બનાવી છે. તેમજ બ્યુટિપાર્લરની જગ્યાએ પંચગવ્યમાંથી બનેલા કોસ્મેટિકમાંથી દીકરીનો મેકઅપ કરવામાં આવશે. તેમજ જમણવારમાં પ્લાસ્ટિકના એક પણ ટૂકડાનો ઉપયોગ કરવામાં આવશે નહીં. લગ્નના મંડપને પણ પરિવાર સાથે મળીને ગાયના ગોબર અને અસલી ફૂલોથી શણગારવામાં આવશે.
ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણી કચ્છમાં રહે છે. તેઓએ આજે રાજકોટ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગૌપ્રેમી હોવાના કારણે આગામી 21થી 25 જાન્યુઆરીએ કચ્છ ખાતે યોજાનારાં મારાં પુત્ર-પુત્રીનાં લગ્નને સંપૂર્ણ હિન્દુ રીત-રીવાજ મુજબ લગ્નસંસ્કાર તરીકે યોજવાનો નિર્ણય અમે કર્યો છે. લગ્ન સમારોહનો પ્રારંભ આમંત્રણ પત્રિકા દ્વારા થતો હોય છે અને હિન્દુ સંસ્કૃતિમાં વિવાહ સંસ્કારની પવિત્રતા જાળવવી એ આપણું સૌનું સંયુકત કર્તવ્ય છે. તેના નિર્વહન માટે લગ્નની પત્રિકા સંપૂર્ણ ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓથી બનાવવામાં આવી છે.
દીકરીના શણગાર માટે પંચગવ્યમાંથી બનેલા કોસ્મેટિકનો ઉપયોગ
લગ્નપ્રસંગમાં લોકો બ્યૂટીપાર્લર માટે ખૂબ મોટા ખર્ચા કરતા હોય છે, પરંતુ આ પ્રસંગમાં પ્રાકૃતિક રીતે ગાયના પંચદ્રવ્ય દ્વારા બનાવેલ કોસ્મેટિક વડે દીકરીનો શણગાર કરવામાં આવશે. લગ્નમાં ટૂંકાં કપડાં પહેરીને આવનાર, વ્યસન રાખનાર તેમજ ચામડાની વસ્તુ લઈને આવનાર કોઈને પ્રવેશ અપાશે નહીં. બૂટ-ચંપલ પણ આ મંડપની બહાર રાખવાનાં રહેશે. આ પ્રસંગમાં પ્લાસ્ટિકના એક ટુકડાનો પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. ખુરસી કે વાસણોમાં પણ પ્લાસ્ટિક ઉપયોગ નહીં થાય. લગ્નમાં ભોજન સમારંભનું ખાસ મહત્ત્વ હોય છે. એના માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકો લગ્ન સમારોહમાં મસમોટા ખર્ચ કરે છે
લગ્નનાં ફેરામાં આપણે બોલીએ છીએ કે પહેલા ફેરામાં ગાય દાનમાં દેવાય છે, પરંતુ ગાયનું દાન કરવામાં આવતું નથી, પરંતુ અમારા પરિવારના લગ્નમાં ખરેખર ગાયનું દાન કરવામાં આવશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને દીકરીને 108 પ્રકારના વિવિધ રોપા કરિયાવરમાં આપવામાં આવશે. બ્રાહ્મણો સંપૂર્ણપણે વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ કરાવશે. એમાં કોઈપણ રોકટોક કે ઉતાવળ કરવામાં આવશે નહીં. હાલ લગ્ન સમારોહમાં મસમોટા ખર્ચ કરવામાં આવતા હોય છે, પણ મારા પુત્ર તેમજ પુત્રીનાં લગ્ન ઓછામાં ઓછા ખર્ચે કરવામાં આવશે.
ગાય આધારિત ખેતીમાં પકાવેલાં અનાજ-શાકભાજીનો ઉપયોગ કરીશું
ભોજન માટે જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરે છે એ ખેતીમાં પકાવેલું અનાજ, ફળફળાદી અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 4 મહિના અગાઉથી આવી ખેતી કરતા ખેડૂતોને શાકભાજી સહિતની વસ્તુનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ખાદ્ય પદાર્થ બનાવવા માટે માત્રને માત્ર દેશી ગાયનું દૂધ, ઘી અને માખણનો જ ઉપયોગ કરવામાં આવશે. કચ્છમાં જે વ્યક્તિગત ગૌ-પાલન થાય છે તેને બજારભાવ કરતાં વધુ ભાવ આપીને ખરીદી કરવામાં આવશે. હાલ ઘીનો ભાવ રૂ. 1200 છે છતાં આવા ખેડૂતોને રૂ. 1500નો ભાવ આપી ખરીદ કરવામાં આવ્યું છે. ભોજનમાં ક્યાંય કલર, એસેન્સ કે સેકેરિનનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
ભોજન પીરસવા માટે પ્લાસ્ટિકનાં વાસણનો ઉપયોગ નહીં
ભોજન પીરસવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાને બદલે તાંબા, પિત્તળ અને સ્ટીલનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવશે. દીકરીના લગ્નમાં જાન જમાડવાની હોય છે, જેમાં ખાસ પંગત બેસાડીને કેળાંનાં પાન પર ભોજન પીરસવામાં આવશે. આવી અનેક વિશેષતાઓ લગ્નમાં જોવા મળશે. સમાજના કુરિવાજોને દૂર કરીને માંડવાની એક બાજુ ગાય માતાનું મંદિર અને બીજીબાજુ રાધા-કૃષ્ણનું મંદિર પ્રાકૃતિક રીતે બનાવવામાં આવશે. ડીજે અને ઢોલને બદલે પારંપરિક ગીતો ગાવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech