ચોમાસામાં બનાવો આ ટેસ્ટી સૂપ, મિનિટોના થઈ જશે તૈયાર અને સૌ કોઈનું બનશે ફેવરિટ

  • July 01, 2024 11:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કઠોળ અને શાકભાજીની કોઈ પણ ડિશ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર એવા ટામેટાં વિના પૂર્ણ થઈ શકે નહીં. પરંતુ ટમેટાના સૂપની વાત કરવામાં આવે તો તેના સ્વાદની કોઈ સાથે સરખામણી ન થઈ શકે. ટામેટાંનું સૂપ સ્વાદિષ્ટ તો છે જ પણ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. હવે વરસાદની સિઝન પણ શરૂ થઈ ગઈ છે ત્યારે સૂપ પીવાનો એક અલગ જ આનંદ છે.

2 ચમચી માખણ અથવા ઓલિવ તેલ, ઝીણી સમારેલી 1 ડુંગળી, 3-4 બારીક સમારેલી લસણની કળી, 2 કપ તાજા ટામેટાં, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 5 થી 6 કાજુ, 1 કપ ક્રીમ, મીઠું અને મરી સ્વાદ અનુસાર

સૌ પ્રથમ, ગેસ ચાલુ કરો અને તેના પર એક મોટી પેન મૂકો. જ્યારે તે ગરમ થઈ જાય, તેમાં માખણ ઉમેરો. હવે તેમાં તમાલપત્ર, ડુંગળી અને લસણ ઉમેરીને ફ્રાય કરો. જ્યારે તે બ્રાઉન થાય ત્યારે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો. જ્યારે તે થોડું કૂક થઈ જાય, ત્યારે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 5 થી 6 કાજુ અને સ્વાદ મુજબ મીઠું નાખો. ટામેટાંને બરાબર પાકવા દો, ગેસ બંધ કરી દો.


હવે આપણે ટામેટાના મિશ્રણને બ્લેન્ડર જારમાં મૂકીશું. તમાલપત્રના પાન કાઢી દો. હવે આ મિશ્રણમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને તેને એકદમ સ્મૂધ બ્લેન્ડ કરો. તેને બારીક પીસ્યા પછી એક મોટા બાઉલમાં કાઢી લો. હવે છેલ્લા સ્ટેપમાં ફરી એકવાર ગેસ ચાલુ કરો, પેન રાખો અને ટામેટાંનો સૂપ ઉમેરો. તેમાં એક સ્લાઈસ માખણ અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખો. હવે ગેસ બંધ કરી દો. જો તમે ઇચ્છો તો, તમે દૂધ અથવા ક્રીમ ઉમેરીને આ સૂપને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News