આ નાનકડા બીજ માંથી બનાવો અમેઝિંગ હર્બલ ફેસ પેક, સ્કીન તરત જ પર દેખાશે મેજિક

  • May 03, 2024 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વસ્થ રહેવા માટે ચિયા સીડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્ય સુધારવા ઉપરાંત, ચિયા સીડ્સ ત્વચાની સંભાળમાં પણ ફાયદાકારક છે. ચિયાના સીડ્સ માંથી તૈયાર કરવામાં આવેલ કુદરતી ફેસ પેક ચહેરાની ચમક રિકવર કરે છે અને ત્વચા પરના ડાઘ-ધબ્બા ઘટાડવામાં પણ મદદ કરે છે. 


બજારમાં ઉપલબ્ધ મોંઘા ફેસ પેકની તુલનામાં, ચિયાના બીજમાંથી બનાવેલ ફેસ પેક ખૂબ સસ્તું છે અને તે સરળતાથી તૈયાર થઈ જાય છે. ચિયા સીડ્સમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ ચહેરાના ડેડ સેલ્સને દૂર કરે છે અને ચહેરાની ચમક વધારવામાં મદદ કરે છે. 

ચિયા સીડ્સ, લીંબુ અને મધ - ચિયા સીડ્સ સાથે ફેસ પેક બનાવવા માટે, એક બાઉલમાં 2 ચમચી ચિયા સીડ્સ ઉમેરો. તેમાં 4 ચમચી પાણી મિક્સ કરો અને 15 મિનિટ માટે રહેવા દો. આ પછી બાઉલમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કર્યા બાદ ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તેનાથી ત્વચામાં મોઈશ્ચર વધે છે અને ગ્લો રિકવર થાય છે.


ચિયા સીડ્સ, મધ અને ઓલિવ ઓઈલ - ચિયા સીડ્સમાંથી ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ચિયા સીડ્સ, એક ચમચી મધ અને એક ચમચી ઓલિવ ઓઈલ નાખો. આ ફેસ પેકને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો. સુકાઈ ગયા પછી ધોઈ લો. તેનાથી ત્વચામાં ગ્લો આવશે.

ચિયા સીડ્સ અને નાળિયેર તેલ - ચિયા સીડ્સ અને નારિયેળ તેલ સાથે ફેસ પેક તૈયાર કરવું ખૂબ જ સરળ છે. આ માટે બાઉલમાં 2 ચમચી ચિયા સીડ્સ નાખો. તેમાં પાણી ઉમેરો. થોડા સમય પછી, નાળિયેર તેલના થોડા ટીપાં ઉમેરો અને મિક્સ કરો. આ પેકને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવીને ધોઈ લો. ત્વચા નરમ અને ચમકદાર દેખાશે.

આ લેખમાં આપવામાં આવેલી વિગતો માત્ર માહિતી માટે છે. આજકાલ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ સલાહ અથવા સૂચનને અમલમાં મૂકતા પહેલા, નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application