હાલારમાં કાલે મકરસંક્રાંતિ પર્વની થશે ઉજવણી: આકાશ બનશે રંગબેરંગી

  • January 13, 2023 05:46 PM 

મકરસંક્રાંતિનું પર્વ એ દાન, ધર્મનું પર્વ છે, આવતીકાલ તા.૧૪ના રોજ જામનગર સહિત સમગ્ર હાલારમાં આ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે, આકાશમાં રંગબેરંગી પતંગો ઉડશે, એટલું જ નહીં અબોલ પશુઓને ઘાસચારો અને ગરબીનોે દાન આપવામાં આવશે, તા.૧૫ જાન્યુઆરીથી લગ્નગાળાની મોસમ પણ ફુલબહારમાં ખીલી ઉઠશે.


જામનગરમાં મકરસંક્રાંતિના દિવસે પુણ્ય કરવાથી અનેકગણુ ફળ મળે છે, આવતીકાલે પવન પણ ફુંકાશે એવી આગાહી પણ કરવામાં આવી છે, મકરથી મીથુન રાસીના ભ્રમણને ઉતરાયણ અને કર્કથી ધન રાસીના ભ્રમણને દક્ષિણાયન કહેવામાં આવે છે, હિન્દુ સંસ્કૃતિમાં ઉતરાયણ કાળનો ઘણો જ પવિત્ર અને પુણ્યદાયક ગણવામાં આવ્યો છે, જામનગરમાં વૃઘ્ધાશ્રમોમાં આવતીકાલે વૃઘ્ધોને ભોજન કરાવવામાં આવશે, એટલું જ નહીં અનેક સ્થળોએ ગરીબોને કપડા, તલ અને મમરાના લાડુ, ચીકી, શેરડી સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવશે. 


દ્વારકાના જગતમંદિરમાં પણ આવતીકાલે દર્શનનો મહીમા અનેરૂ છે ત્યારે મંદિરની આસપાસ લોકો ગરીબોને દાન કરશે, કૃષ્ણ ભગવાનને નમન કરીને ગોમતી નદીમાં લોકો સ્નાન કરશે અને તા.૧૫થી લગ્નપ્રસંગો સહિતના શુભ પ્રસંગો શરૂ કરી શકાશે. 
જામનગરમાં છેલ્લા બે દિવસથી શેરડી, જીંજરા, ખજુર, ધાણી, પતાસા, હારડા, તલના લાડુ, મમરાના લાડુ, અનેક પ્રકારની ચીકીનું વેંચાણ વધી ગયું છે, કેટલાક સ્થળોએ સ્પેશ્યલ ઉંધીયુ વેંચવામાં આવશે, મંદિરોમાં પણ શણગાર કરવામાં આવશે, કયાંક અન્નકોટ દર્શનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 


જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી જોઇએ તેવા પતંગો ઉડતા નથી, આવતીકાલે થોડા ઘણા પતંગ ઉડશે, પુષ્પા, મોટુ-પતલુ, ડોરેમોન, છોટાભીમ, ભુતની જેવા પતંગો ઉડશે તેથી જામનગરનું આકાશ રંગબેરંગી બનશે, ગામડાઓમાં પણ હજુ પણ તલના લાડવામાં પૈસા નાખીને ગરીબોને આપવામાં આવે છે તે પરંપરા હજુ પણ ચાલું છે, કેટલાક સ્થળોએ અનેકવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 


શહેરના કેટલીક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે પતંગ, દોરા, ફીરકી વિતરણ કરવામાં આવશે, બાળકો ચીચીયારી સાથે એક કાપ્યો છેના નાદ સાથે બુમાબુમ કરશે, યુવા હૈયાઓ ડીજેના સથવારે ડાન્સ કરશે, એટલું જ નહીં બ્યુગલનો અવાજ આકાશમાં ગુંજી ઉઠશે, કેટલાક મેદાનોમાં પણ લોકો સામુહીક રીતે પતંગ ઉડાડશે, આમ દાનના મહીમાવારો આ ઉતરાયણ પર્વ ઉજવવા યુવા હૈયાઓ થનગની રહ્યા છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application