મહાભારત ના ખલનાયક શકુનિનો તાલિબાન સાથે છે ખાસ સંબંધ?જાણો ક્યાં આવેલું છે હાલમાં ગાંધાર રાજ

  • April 26, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શકુનીએ મહાભારતનું એક પાત્ર છે જેને ખલનાયક માનવામાં આવે છે અને મહાભારતના મહાન યુદ્ધ માટે જવાબદાર છે. તેઓ શકુની મામાના નામથી પ્રખ્યાત થયા.

મહાભારતના યુદ્ધમાં, તે કૌરવો વતી લડ્યો હતો, પરંતુ શકુની જાણતો હતો કે આ યુદ્ધમાં કૌરવોનો પરાજય થશે, તેમ છતાં તેણે બદલો લેવા માટે તેની બહેનના પરિવારનો નાશ કર્યો.

શકુનીએ તેનો મોટાભાગનો સમય ભારતના હસ્તિનાપુરમાં વિતાવ્યો હતો, પરંતુ તેનો અફઘાનિસ્તાન સાથે શું સંબંધ હતો?

શકુની ગાંધાર (આજના કંધાર) સામ્રાજ્યનો રાજા હતો. કંધાર અફઘાનિસ્તાનમાં છે. મહાભારતના સમયમાં ગાંધાર એક શક્તિશાળી સામ્રાજ્ય હતું. આજકાલ અફઘાનિસ્તાનનું કંધાર તાલિબાનનો ગઢ માનવામાં આવે છે. અહીં તાલિબાનનું શાસન ચાલે છે.

કંધાર પ્લેન હાઇજેકમાં સામેલ તાલિબાનના સ્થાપક મૌલાના મુલ્લા ઉમરનો જન્મ પણ કંધારમાં થયો હતો. કંધાર 90ના દાયકામાં બે ઘટનાઓ માટે જાણીતું બન્યું હતું. તેમાંથી એક તાલિબાનનો ઉદય હતો અને બીજુ ભારતીય વિમાનને હાઈજેક કરીને કંધાર લઈ જવાયું હતું તે.

મહાભારતના માસ્ટરમાઇન્ડ

શકુની ગાંધારીના ભાઈ હતા, એટલે કે કૌરવો અને પાંડવોના મામા. રાજકીય હેતુ માટે ગાંધારીના ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરાવ્યા હતા. આ જ પરિપૂર્ણ કરવા માટે શકુનિ હસ્તિનાપુરમાં રોકાયા. દુર્યોધનની દુષ્ટ નીતિઓ પાછળ શકુનીનો હાથ હતો.

શકુની પોતાના અપમાનનો બદલો હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર પાસેથી લેવા માગતો હતો, તેથી તેણે કૌરવો અને પાંડવોને અંદરો અંદર લડવા મજબૂર કર્યા.
​​​​​​​

શકુની કયા અપમાનનો બદલો લેવા માંગતો હતો?

શકુની નહોતા ઈચ્છતા કે તેની બહેન ગાંધારી અંધ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરે. ભીષ્મના દબાણમાં ગાંધારીએ ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા પડ્યા. બીજું કારણ એ હતું કે ધૃતરાષ્ટ્રને ખબર ન હતી કે ગાંધારી વિધવા હતી. જ્યારે આ બાબતની જાણ થઇ  ત્યારે ધૃતરાષ્ટ્રે તેના સસરા સુબાલ, શકુની અને સુબાલના 100 પુત્રોને કેદ કર્યા.

તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. રાજાના તમામ પુત્રો માર્યા ગયા. ત્યારબાદ તેણે ધૃતરાષ્ટ્રને વિનંતી કરી ત્યારે શકુનીને મુક્ત કરવામાં આવ્યો. સુબલે ધૃતરાષ્ટ્રને વચન આપ્યું હતું કે શકુની હંમેશા કૌરવોની સાથે રહેશે પરંતુ શકુની આ અપમાનને ક્યારેય ભૂલ્યા નહીં અને તેણે મહાભારતનું યુદ્ધ કરવાનું કાવતરું ઘડ્યું.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application