તાઇવાનમાં ૬.૪ની તીવ્રતાનો ધરતીકંપ, ૧૫ વ્યકિતને ઈજા

  • January 21, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ તાઇવાનમાં ૬.૪ ની તીવ્રતાનો ધરતીકપં આવતા ૧૫ લોકો ઘાયલ થયા છે. યુએસ ભૂસ્તરશાક્રીય સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર યુજિંગ નજીક હતું.સોમવારે રાત્રે (૨૦ જાન્યુઆરી) તાઇવાનના દક્ષિણ ભાગમાં ૬.૪ ની તીવ્રતાના ભૂકંપથી લોકો હચમચી ગયા. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૨:૧૭ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ યુજિંગથી ૧૨ કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતું. આ ઘટનામાં ૧૫ લોકો સહેજ ઘાયલ થયા હતા અને અનેક મકાનો ધ્વસ્ત બની ગયા હોવાના અહેવાલ છે.
તાઇવાનના ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપથી પ્રભાવિત ૧૫ લોકો ઘાયલ થયા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે, જેમને તૈનાન શહેરના નાન્કસી જિલ્લામાં એક ઘરના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ભૂકંપના આંચકાને કારણે ઝુવેઈ પુલને નુકસાન થયું હોવાના અહેવાલો પણ છે.
નોંધનીય છે કે તાઇવાન પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જેના કારણે તે ભૂકપં માટે ખૂબ જ સંવેદનશીલ છે. આ વિસ્તાર બે ટેકટોનિક પ્લેટો વચ્ચે આવેલો છે, જેના કારણે અહીં વારંવાર ભૂકપં આવે છે. ૨૦૧૬ના ભૂકંપમાં ૧૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા, યારે ૧૯૯૯માં ૭.૩ ની તીવ્રતાના ભૂકંપમાં ૨૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application