ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસની ઉજવણી-2024માં ભાગ લેવા માટે ગુરુવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. મેક્રોન મુખ્ય અતિથિ તરીકે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે.
આ પરેડમાં બે રાફેલ ફાઈટર એરક્રાફ્ટ અને ફ્રેન્ચ એરફોર્સનું એરબસ A330 મલ્ટી-રોલ ટેન્કર એરક્રાફ્ટ પણ સામેલ હશે. ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટુકડી અને 33 સભ્યોની બેન્ડ ટુકડી પરેડમાં ભાગ લેવા જઈ રહી છે. તેઓ 25મી જાન્યુઆરીએ જયપુર પહોંચશે.
મેક્રોનની મુલાકાતનું શેડ્યૂલ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 25 જાન્યુઆરીએ જયપુર એરપોર્ટ પહોંચશે. તે દિવસે રાષ્ટ્રપતિ મેક્રોન આમેર કિલ્લો, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લેશે. તેઓ જયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ પછી રાષ્ટ્રપતિ મેક્રોન મોડી રાત્રે દિલ્હી પહોંચશે.
26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનશે. સાંજે, તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા 'એટ હોમ' સ્વાગત સમારોહમાં હાજરી આપશે.
બિડેનને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું
ભારત સરકારે આગામી ગણતંત્ર દિવસ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મહેમાન બનવા માટે આમંત્રણ આપ્યું હતું. બિડેનના ઇનકાર પછી, છેલ્લી ઘડીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલય સાથે વાતચીત કરવામાં આવી હતી અને મેક્રોને દ્વિપક્ષીય સંબંધોના મહત્વને જોતા પ્રવાસને લીલી ઝંડી આપી હતી.
મહત્વનું છે કે ફ્રાન્સ ભારતનો પ્રથમ વ્યૂહાત્મક ભાગીદાર દેશ છે.25 જાન્યુઆરી, 2024ના રોજ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે છેલ્લા છ મહિનામાં છઠ્ઠી વખત મુલાકાત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech