બનાસકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ટોલનાકા પાસે વહેલી સવારે સુરતથી ઉદયપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી. આથી બસની અંદર રહેલા 42 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ દોડતું થયું હતું અને દોઢ કલાકની જહેમત બાદ આગ બૂઝાવી હતી. જો કે, સદનસીબે બસમાં સવાર 42 મુસાફરનો આબાદ બચાવ થયો હતો.
સુરતના અડાજણ વિસ્તારના 40 વ્યક્તિ જેમાં 15 મહિલા, 20 પુરુષ, ત્રણ બાળકી અને બે બાળક મળી 5 બાળકનો સમાવેશ થાય છે. જે તમામ લક્ઝરી બસમાં બેસીને રાજસ્થાનના ઉદયપુર લગ્નપ્રસંગમાં જતા હતા. જે દરમિયાન શનિવારે સવારે 6.15 વાગ્યાની આસપાસ પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે અચાનક લકઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું. ત્યાર બાદ અચાનક બસમાં આગ લાગી હતી. જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બસમાં મુસાફરોનો સરસમાન બળીને ખાખ
સમયસૂચકતાથી તમામ મુસાફરો બસ બહાર નીકળી ગયા હતા. મુસાફરોની સામે જોતજોતામાં લકઝરી બસ આગમાં લપેટાઈ ગઈ હતી. આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ અને હાઇવે ટ્રાફિકને જાણ થઈ હતી, જેને લઈને ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ ટ્રાફિક વાળી દીધો હતો. પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરાઈ હતી, જેને લઈને ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો. આગ લાગવાને લઈને પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે આવીને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું
દોઢ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ
બીજી તરફ બીજો કોલ હિંમતનગર ફાયર વિભાગને આપ્યો હતો. જે વોટર બ્રાઉઝર સાથે ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની મહેનત બાદ 14000થી વધુ લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
આગમાં લપેટાયેલી લકઝરી બસ બળીને ખાખ
આગ બુઝાયા બાદ પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલન કરી પૂર્વવત કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાંથી એક જ સમાજના 40 લોકો ઉદયપુર લગ્ન પ્રસંગમાં જતા હતા તે સમયે રસ્તામાં બનાવ બન્યો હતો. જો કે, સદનસીબે આ તમામનો બચાવ થયો હતો. જોકે આગમાં લપેટાયેલી લકઝરી બસ બળીને ખાખ થઈ હતી, જેમાં મુસાફરોનો સરસામાન બળીને ખાખ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech