લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
જિલ્લાના મતદારો માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ એપ્લિકેશન્સ બનશે ઉપયોગી
KYC, Saksham, VHA, Suvidha Candidate તથા cVIGIL જેવી એપ્લીકેશન્સ થકી મતદારો તથા ઉમેદવારોને મળશે આંગળીના ટેરવે માર્ગદર્શન
જામનગર તા.26, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર(BLO) વિશેના ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન્સ ઉ૫લબ્ધ કરાવવામાં આવેલ છે. જે પૈકી KYC, Saksham, VHA, Suvidha Candidate તથા cVIGIL જેવી એપ્લીકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબીત થાય છે. જામનગર જિલ્લામાંના મતદારોને ચુંટણી પ્રક્રિયા દરમિયાન નીચે મુજબની એપ્લિકેશન્સ ઉપયોગી નીવડી શકે છે અને આંગળીના ટેરવે આ એપ્લિકેશન્સના માધ્યમથી મતદારો જાણકારી અને માર્ગદર્શન મેળવી શકે છે.
વોટર હેલ્પલાઇન એપ
'વોટર હેલ્પલાઇન એપ' એ મતદારોના અનેક સવાલોનું ડિજીટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન' છે.
- આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવાં કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવાં ફોર્મ ભરીને અરજી કરી શકે છે.
- મતદારો મતદાર યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે.
- મતદારો તેમના મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બૂથ લેવલ ઓફિસર)/ERO(ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે.
- મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે.
- ડુપ્લીકેટ e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે.
- પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે.
- અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે.
- ફરિયાદ કરી શકાય છે તથા કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકાય છે.
- ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે.ચૂંટણી પરિણામો મેળવી શકાય છે.
KYC (Know Your Candidate) Application
• KYC App ૫ર ઉમેદવારોને નામથી શોધી શકાય છે તથા જોઇ શકાય છે.
• KYC App ૫ર ઉમેદવારોના તેમની ઉમેદવારી ૫ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો વગેરે બાબતો ઉ૫લબ્ધ છે.
Saksham Application
- PwD મતદાર તરીકે નામ અંકિત કરાવવું.
- વ્હીલચેર માટે વિનંતી કરવી.
- મતદારયાદીમાં નવું નામ નોંધાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવા.
- સ્થળાંતર માટે
Suvidha Candidate Application
ભારતીય ચૂંટણી પંચ ચૂંટણીના સમયગાળા દરમિયાન ઉમેદવારો માટે નામાંકન, પરવાનગી અને મીડિયા પ્રમાણપત્ર ભરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યું છે. નોમિનેશન, પરવાનગીઓ અને મીડિયા સર્ટીફીકેશન ENCORE નામની વેબ એપ્લિકેશન દ્વારા ફાઇલ કરવામાં આવે છે. ઉમેદવાર માટે સ્થિતિ અને અપડેટ્સ તપાસવા માટે તેને સુલભ બનાવવા માટે તેમની અરજી માટે સુવિધા ઉમેદવાર એપ બનાવી છે. આ મોબાઈલ એપ ઉમેદવારોને તેમના નોમિનેશન, પરવાનગીઓ અને ENCORE મારફતે ફાઇલ કરેલ મીડિયા એપ્લિકેશનની સ્થિતિ તપાસવાની મંજૂરી આપે છે.
cVIGIL Application (આદર્શ આચારસંહિતા સબંધી ફરિયાદો માટે)
-આદર્શ આચારસંહિતા ભંગની ફરીયાદ માટે
-આ એપથીનાગરિક ત્રણ માધ્યમથી એટલે કે ફોટો, વિડીયો અને ઓડિયો જેવા વિકલ્પથી ફરિયાદ નોંધાવી શકશે
-ફરિયાદ નોંધાવવા માટે નાગરિકે તમનું GPS શેર કરવાનું થશે
-એપ ડાઉનલોડ કરવા:
ગુગલ પ્લે સ્ટોર માટે https://play.google.com/store/apps/details?id=in.nic.eci.cvigil&hl=en&gl=US
એપલ એપ સ્ટોર માટે: https://apps.apple.com/in/app/cvigil/id1455719541
દરેક મતદારો અને ઉમેદવારોએ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશનો પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન તથા ચૂંટણી સંબંધિત અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં કોઇ પણ સમસ્યા વગર સહભાગી થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech