મેટોડા જીઆઇડીસીમાં શ્રમિકની ઓરડીમાંથી દારૂનો જથ્થો મળ્યો

  • September 22, 2023 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટોડા જીઆઇડીસીમાં રહેતા મૂળ મોરબી પંથકના શ્રમિકની ઓરડીમાં પોલીસે દરોડો પાડી અહીંથી ૮૭ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસ દારૂના જથ્થા સાથે શ્રમિકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી પોલીસ મથકના પીએસઆઇ કે.એ. ગોહિલની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ સુરભીબેન કેશવાલાને મળેલી બાતમીના આધારે અહીં મેટોડા જીઆઇડીસી ગેટ નંબર ૧ ડોલ્ફિન કંપનીની સામે રહેતા શ્રમિકની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની દારૂની ૮૭ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂના આ જથ્થા સાથે શ્રમિક ચેતન વિક્રમભાઈ ખાદા(ઉ.વ ૨૭ રહે. હાલ મેટોડા મૂળ, બભાણીયા તા. માળીયા મીયાણા)ને ઝડપી લીધો હતો પોલીસે રૂ.૩૦,૪૯૧ ની કિંમતનો દારૂનો આ જથ્થો કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application