લાઈવ મેચ દરમિયાન ખેલાડી પર વીજળી પડી !

  • February 13, 2024 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્લેયરે દમ તોડ્યો, ઘટનાનો ચોકાવનારો વિડીયો પણ સોશિયલ મીડિયામાં થયો વાઈરલ


ઈન્ડોનેશિયામાં લાઈવ મેચ દરમિયાન એક ખેલાડી પર વીજળી પડી હોવાની ઘટના બની છે. હોસ્પિટલે લઈ જતી વખતે રસ્તામાં જ પ્લેયરે દમ તોડ્યો હતો. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શનિવારે બની હતી. વીડિયો મુજબ જોઈ શકાય છે કે ખરાબ હવામાનમાં પણ મેચ રમાઈ રહી છે અને તમામ ખેલાડીઓ રમત પર ધ્યાન આપી રહ્યા છે. એફસી બાંડુંગ અને એફબીઆઈ શુબાંગ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. આ મેચ ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં રમાઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પ્લેયર પર વીજળી પડે છે ત્યારે એક મજબૂત આગ પણ બહાર આવે છે. આકાશમાંથી વીજળી પડી રહી હતી. વીજળી પડવાથી ખૂબ જ જોરથી બ્લાસ્ટ થયો હતો. ખેલાડી પર વીજળી પડતા, એટલો જોરદાર વિસ્ફોટ થાય છે કે નજીકમાં ઊભેલો બીજ ખેલાડી પણ પડી ગયા હતા, જો કે, તેઓને કોઈ ઈજા પહોચી નથી, થોડીવાર પછી જ તે ઉભા થઈ જાય છે. આ પછી, અન્ય ખેલાડીઓ અને મેડિકલ ટીમ ખેલાડી તરફ દોડે છે. તરત જ એક સ્ટ્રેચર આવે છે અને ખેલાડીને હોસ્પિટલ લઈ જાય છે. રિપોર્ટ અનુસાર, હોસ્પિટલ લઈ જતી વખતે ખેલાડીનું મોત થઈ ગયું.


એક વર્ષમાં બીજીવાર સમાન ઘટના

છેલ્લા ૧૨ મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઈન્ડોનેશિયાના ફૂટબોલર પર વીજળી પડી હોય. ૨૦૨૩માં સોરાટિન અંડર-૧૩ કપ દરમિયાન પૂર્વ જાવાના બોજોંગોરોમાં એક ફૂટબોલર પર વીજળી પ્લી હતી. ત્યારે મેદાન પર હાજર અન્ય ૬ ખેલાડીઓને પણ ગંભીર નુકશાન થયું હતું, પણ તાત્કાલિક સારવાર મળવાથી તેઓ બચી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application