લાપતા લેડીઝને ઓસ્કારમાં મળ્યું સ્થાન, ૪ મોટી ફિલ્મોને છોડી પાછળ

  • September 23, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓસ્કારમાં ભારતીય ફિલ્મોને સ્થાન મળવું એ ગર્વની વાત છે. તેમાં પણ જો કોઈ ફિલ્મ આ પ્રતિિત એવોર્ડ જીતે છે, તો તે વધુ ગર્વ અને સન્માનની વાત છે. આ વખતે ઓસ્કાર ૨૦૨૫ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સભ્યોએ એકેડેમી એવોડર્સમાં ભારતના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. જેમાં આમિર ખાન પ્રોડકશનમાં બનેલી 'લાપતા લેડીઝ' પણ સામેલ છે.'લાપતા લેડીઝ' કિરણ રાવની બીજી દિગ્દર્શિત ફિલ્મ છે. આ ફિલ્મ તેનો ડ્રીમ પ્રોજેકટ છે, જેના પર તે લાંબા સમયથી કામ કરી રહી હતી. 'લાપતા લેડીઝ'ને કારણે તેણીએ ૧૩ વર્ષ પછી નિર્દેશનના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. ફિલ્મ જોનારા લોકોએ તેની કળાની પ્રશંસા કરી હતી. તાજેતરમાં કિરણે કહ્યું હતું કે, તેનું સપનું છે કે આ ફિલ્મ ઓસ્કાર ૨૦૨૫માં એન્ટ્રી મેળવે અને હવે તેનું સપનું પૂં થયું છે.'લાપતા લેડીઝ' પાંચ ફિલ્મોને પાછળ છોડીને ઓસ્કાર ૨૦૨૫માં પ્રવેશ કરી ચૂકી છે. આ ફિલ્મે 'વાહઝઈ', 'તંગલાન', 'ઉલોજકુહત્પ' અને 'શ્રીકાંત'ને પાછળ છોડીને ઓસ્કાર ૨૦૨૫માં પોતાનું સ્થાન બનાવ્યું છે.
'લાપતા લેડીઝ' એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ બે મહિલાઓની વાર્તા છે જે લ પછી ગુમ થઈ જાય છે. આ ફિલ્મની વાર્તા સૂરજમુખી ગામના રહેવાસી દીપક (સ્પર્શ શ્રીવાસ્તવ)થી શ થાય છે, જે તેની નવ પરણિત પત્ની ફલ (નીતાંશી ગોયલ)ને તેના ગામમાંથી વિદાય કરાવી તેને પ્રથમ વખત તેના સાસરે લઈ જાય છે. પરંતુ ફલ આકસ્મિક રીતે ટ્રેનમાં પાછળ રહી જાય છે અને દીપક આકસ્મિક રીતે બીજી ક્રી (પ્રતિભા રાંતા)ને લઈને આવે છે. આ પછી તેના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બને છે, જેને જોઈને દર્શકોની હસી છૂટી જાય છે, પરંતુ પાત્રના હોશ ઉડી જાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News