જૂના યાર્ડ પાસે બીએસએનએલના ગોડાઉનમાંથી ૨.૨૭ લાખની ચોરી

  • May 09, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના જુના માર્કેટીંગ યાર્ડ નજીક આરટીઓ પાસે બીએસએનએલના ગોડાઉનની છતના સિમેન્ટના પતરા તોડી રૂ. 2.27 લાખની કિંમતના ટેલિકોમ મટીરીયલની કોઇ ચોરી કરી ગયા અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.


ચોરીના આ બનાવ અંગે મયુરભાઈ ધિરૂભાઈ પોપટાણી(ઉ.વ.40 રહે. સોપાન હિલ, રૈયા રોડ) દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ માર્કેટીંગ યાર્ડ બીએસએનએલ બ્રાંચમાં ગઈ તા. ૧૩/૧૨ /૨૦૨૪ થી જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. માર્કેટિંગ યાર્ડ એક્સચેન્જ તથા સ્ટોર તેમજ કુવાડવા અને માલીયાસણ એક્સચેન્જનું મેટેનન્સ કરવાનુ કામ મારૂ છે. અમારા ગોડાઉનમાં ટેલીકોમને લગતા મટીરીયલ જેવા કે પીએલબી પાઈપ, ફાયબર કેબલ, કોપર કેબલ, કનેક્ટર્સ, ટ્રાન્સમીશન સિસ્ટમ, કનેક્ટર હોય છે અને મટીરીયલનું હેડ ક્વાર્ટરની સુચના મુજબ દર વર્ષે વેરીફીકેશન થતુ હોય છે.


ગઈ તા. ૦૩/૦૩/૨૦૨૫ ના રોજ હું રજા પર હતો ત્યારે અમારા માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ ગોડાઉનના સ્ટોર કિપર રમેશભાઈ પટેલનો સાંજના છ વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો કે, ગોડાઉનની છતના સિમેન્ટના પતરા તુટેલ છે અને ગોડાઉનનમાં માલ વિર વિખેર પડેલ છે. જેથી હું રજા પર હોય સ્થળ પર જઈ શકેલ નહી. મારી ફરજ પર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ઓફીસર ધર્મેન્દ્રભાઈ જોષીને સ્ટોર કિપરે વાત કરેલ અને તેમણે ગોડાઉનની મુલાકાત લીધેલ હતી. બાદ ગઈ તા. ૦૬ /૦૩/૨૦૨૫ ના રોજ હું રજા પરથી હાજર થયેલ અને ગોડાઉન ખાતે જઈ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળેલ કે કોઈ અજાણ્યો શખસ અમારા ગોડાઉનના છતના સિમેન્ટના પતરા તોડી ગોડાઉનમાં પ્રવેશ કરી તેમાંથી ટેલીકોમના મટીરીયલની ચોરી કરેલ છે. જેથી ગોડાઉનમાં ખરાઈ કરતા જાણવા મળેલ કે, એલએસ કેબલ ઇન્ડિયા પ્રા.લી.ના 888 નંગ ફિમેલ કનેક્ટર 7/16 જેની કિંમત રૂ. 2,27,345 ની ચોરી થયાનું માલુમ પડયું હતું. જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ એસ.એસ.રાણેની રાહબરીમાં ટીમે આ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application