રાજકોટમાં જલારામ ચોક પાસે ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં રહેતા કર્મકાંડી યુવાનને કચ્છ અને બનાસકાંઠાની ત્રણ કંપનીઓમાં કર્મકાંડનો કોન્ટ્રાકટ અપાવવાના બહાને ભુજમાં રહેતા શખસ સહિતના પિયા ૮.૨૫ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
છેતરપિંડીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર જલારામ ચોક પાસે ડ્રીમ સિટી એપાર્ટમેન્ટ બી ટુ લેટ નંબર ૧૨૦૪ માં રહેતા અશોકકુમાર જગદીશભાઈ ધાંધીયા(ઉ.વ ૪૨) નામના યુવાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભુજના મિર્ઝાપરમાં રહેતા હિતેશ વેલજીભાઈ પરમાર તથા જગત, વિનોદ અને દલપતના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તે કર્મકાંડ અને શ્રી હરિ જનરલ સ્ટોર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૨૦૦૬૦૭ ગોંડલ ખાતે ઠાકરશી ચા કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં હતો તે સમયે હિતેશ પરમાર તેની સાથે નોકરી કરતો હતો બાદમાં યુવાને આ નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ હિતેશ સાથે કોઈ સંપર્ક ન હતો ત્યારબાદ અચાનક જાન્યુઆરી ૨૦૨૪ માં હિતેશનો ફોન આવ્યો હતો થોડી વાતો કર્યા બાદ તેણે કહ્યું હતું કે તમે શું કરો છો જેથી યુવાને કહ્યું હતું હત્પં કર્મકાંડનું કં છું. જેથી હિતેશે વાત કરી હતી કે, હત્પં હાલ ભુજમાં રહત્પં છું અને ભુજ ગાંધીધામ મુન્દ્રા બનાસકાંઠા સહિત ઘણી જગ્યાએ મોટી કંપનીઓમાં ગાડીઓ ભાડા પર આપવાનું અને ફાઇનાન્સનું કામ કં છું તમે કર્મકાંડ કરો છો તો અમારી જાણીતી કંપનીઓમાં શ્રીમદ ભાગવત સાહ અને વિવિધ શાક્રોકત યજ્ઞ કરાવવાનો વાર્ષિક કોન્ટ્રાક આપતા હોય છે અને આ કોન્ટ્રાકટ પાંચ વર્ષ માટેનો હોય છે. ભુજની એક કંપની અને બનાસકાંઠાની બે કંપનીમાં આ રીતે કોન્ટ્રાકટ આપે છે ત્યાંના અધિકારી મને ઓળખે છે તમે કહો તો ત્રણેય કંપનીમાં કોન્ટ્રાકટ અપાવી દઉં તેમ કહ્યું હતું જેથી ફરિયાદીએ હા કહી હતી.
બાદમાં હિતેશે થોડા દિવસો બાદ ફોન કરી કહ્યું હતું કે, કર્મકાંડના કોન્ટ્રાકટ બાબતે ત્રણેય કંપનીમાં બધું નક્કી થઈ ગયું છે રજીસ્ટ્રેશન ફી, ટેન્ડર પી, પ્રોસેસ ચાર્જ જીએસટી સહિતની રકમ ભરવી પડશે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ તારીખ ૨૧૧૨૦૨૪ થી ૨૮૫૨૦૨૪ સુધીમાં કટકે–કટકે કરી પિયા ૯,૯૪,૯૫૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વધુ પિયા ૫૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા આમ કુલ પિયા ૯.૯૯ લાખ ટ્રાન્સફર કરાવ્યા બાદ ફરીયાદીને અવારનવાર ફોન કરી કંપનીના મેનેજર વિનોદ બીજી કંપનીનો મેનેજર દલપત અને જગત સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરાવી હતી અને કહેતા હતા કે તમે નિયમ મુજબ પૈસાની વ્યવસ્થા કરો જેથી તમારો કોન્ટ્રાકટ જલ્દીથી મંજૂર થઈ જશે.
સમય વીત્યે કોન્ટ્રાકટ ના મળતા ફરિયાદીએ હિતેશ પરમારને અવારનવાર ફોન કરી રકમ પરત આપવા કહ્યું હતું. પરંતુ તે બહાના બતાવતો હતો ફરિયાદીએ તેના સાળાને આ બાબતે કહેતા તેણે પોલીસ ફરિયાદની વાત કરતા હિતેશે બે કટકે એમ કુલ પિયા ૧.૭૫ લાખ પરત આપ્યા હતા. પરંતુ આ સિવાયની બાકી રહેતી રકમ . ૮,૨૪,૯૫૦ આજદિન સુધી પરત આપી ન હોય આ બાબતે ફરિયાદીએ પ્રથમ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કર્યા બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે છેતરપિંડી–વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતં રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
સાહના ૧.૨૧ લાખ, યજ્ઞના ૩૫,૦૦૦ આપવાનું કહ્યું'તંુ
કચ્છમાં રહેતા હિતેશ પરમારે રાજકોટના કર્મકાંડી યુવાનને કચ્છ અને બનાસકાંઠાની ત્રણ કંપનીમાં કર્મકાંડનો વાર્ષિક કોન્ટ્રાકટ આપવાની વાત કરી હતી. જેમાં ભાગવત સાહના પિયા ૧.૨૧ લાખ અને યજ્ઞના પિયા .૩૫,૦૦૦ ચૂકવવામાં આવશે અને કંપનીમાં એક મહિનામાં ત્રણ ભાગવત સાહ અને પાંચ યજ્ઞ કરવાના રહેશે તેવું જણાવ્યું હતું.
બે વખત ચેકના ફોટા પાડી મોકલ્યા પણ રકમ ન મોકલી
ફરિયાદી અશોકકુમારે જણાવ્યું હતું કે, તેણે પિયા ૯.૯૯ લાખની રકમ ટ્રાન્સફર કર્યા બાદ કોન્ટ્રાકટ મળ્યો ન હોય રકમ પરત માંગતા હિતેશ બહાના આપતો હતો. બાદમાં તેણે ગત તારીખ ૧૩૬૨૦૨૪ ના ભુજની બેંકના પિયા ૧૦ લાખનો ચેકનો ફોટો પાડી વોટસએપ કર્યેા હતો જે કુરિયરમાં મળી જશે તેવી વાત કરી હતી પરંતુ આ ચેક મળ્યો ન હતો બાદમાં તારીખ ૫ ૭ ૨૦૨૪ ના ફરી પિયા બે લાખનો ચેક મોકલાવ્યો હતો જે ચેક અપૂરતા ભંડોળના લીધે પરત ફર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech