રીબડા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દ્વારા ગ્રાહકની રકમ ખાતામાં જમા કરાવવાના બદલે અંગત ઉપયોગમાં લઇ રૂ.3.48 લાખની ઉચાપત કરી હોવા અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ ઓફિસના જવાબદાર કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ખાતાકીય તપાસ દરમિયાન પણ પોસ્ટ માસ્તરે પોતાની ગેરરીરિતીની કબુલાત આપી હતી.
ગોંડલમાં રામ હોસ્પિટલ પાછળ સૈનિક સોસાયટીમાં રહેતા મૂળ જામનગરના વતની હસમુખભાઈ ભીખાભાઈ ડાભી દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રીબડા પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર વત્સલ યોગેશકુમાર કારીયા(રહે. જોશીપુરા, જુનાગઢ)નું નામ આપ્યું છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગોંડલ ડિવિઝનમાં સહાયક અધિક્ષક ડાક ઘર ઉત્તર વિભાગમાં છેલ્લા 26 વર્ષની નોકરી કરે છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રીબડા પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર વત્સલ કારીયા તેમની ફરજ દરમિયાન રીબડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં રકમ જમા કરવામાં આવેલ છે પરંતુ સરકારી હિસાબમાં જમા કરવામાં આવેલી નથી. જેથી તેમણે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં વિશેષમાં જણાવ્યું હતું કે, ઓવરસીઅર તરીકે ફરજ બજાવતા સુરેશગીરી દ્વારા રીબડા બ્રાન્ચ પોસ્ટ માસ્ટર મયર્દિા કરતા વધુ રોકડ રકમ હાથ ઉપર રાખવામાં આવી હોવાની જાણ પોસ્ટ ઓફિસને કરી હતી. બાદમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે પોસ્ટ માસ્ટરએ જુનાગઢના ગીરીશભાઈ ચૌહાણ દ્વારા 1,48,800 જમા કરાવ્યા હતા પરંતુ આ રકમ રીબડા બીઓના ડેલી એકાઉન્ટમાં હિસાબમાં જમા લેવામાં આવી નથી તેમજ આ રકમ પોતાના એયુ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ઉચાપત કરી છે તેમજ વત્સલ કારીયા દ્વારા અલગ-અલગ તારીખોમાં કુલ રૂપિયા બે લાખ જમા કરેલ છે જે ખાતાકીય નિયમ અનુસાર જમાનાની નોંધ રીબડાની તારીખ છાપ મારી પાસબુકમાં કરવાની હોય તેમજ બચત બેંક જનરલમાં પણ કરવાની હોય અને હિસાબી ઓફિસ ગોંડલને મોકલવાની હોય જે જમા લેવામાં આવી નથી અને ઉચાપત કરવામાં આવી હોય આમ પોસ્ટ માસ્ટર વત્સલ કારીયા દ્વારા સરકારી મોબાઈલ ડિવાઇસમાં જે તે રકમ જે તે તારીખે જમા કરેલ હોય તે પોસ્ટ ઓફિસ ખાતાના નિયમો વિરુદ્ધ રવિવારે પણ નાણાકીય વ્યવહારો કરી જમા રકમ રીબડા બી.ઓ.ના ડેલી એકાઉન્ટમાં જે તે દિવસે સરકારી હિસાબમાં જમા નહીં કરી કુલ રૂપિયા 3,48,800 ની ઉચાપત કરી હોવાનું માલુમ પડ્યું હતું.
આ બાબતે ખાતાકીય તપાસ દરમિયાન તારીખ 30/6/2024 ના લેખિત નિવેદનમાં પણ આ હકીકતનો તેણે સ્વીકાર કર્યો છે. જેથી આ બાબતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોસ્ટ માસ્ટર વત્સલ યોગેશકુમાર કારીયા વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech