રાજકોટના ઘંટેશ્વરમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ : NSUIને સાથે રાખી સ્થાનિકોની મનપા કમિશનરને રજૂઆત

  • July 18, 2023 02:54 PM 

રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલ વોર્ડ નં.૧માં આવેલ ઘંટેશ્વર, નાગેશ્વર તથા વોર્ડ નં.૩ના માધાપર આધારિત વિસ્તારોમાં ત્રણ દિવસે એકવાર પાણી વિતરણ કરવામાં આવતું તેના બદલે તા.૧૪ જુલાઇથી શરૂ કરાયેલી ટ્રાયલ રનના અંતે હવે આજથી કાયમી ધોરણે દૈનિક ૨૦ મિનિટ પાણી આપવાનું શરૂ કરાયું છે.



વિશેષમાં આ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઇ માંકડએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૧માં ઘંટેશ્વર, નાગેશ્વર તથા વોર્ડ નં.૩માં માધાપર આધારિત વિસ્તારોમાં ત્રણ દિવસે એકવાર પાણી વિતરણ કરવામાં આવતું. આ ઉપરાંત અમુક દુરના વિસ્તારોમાં ટેન્કર દ્વારા પણ પાણી વિતરણ કરવામાં આવતું. હૈયાત પાણી વિતરણની વ્યવસ્થામાં સુવ્યવસ્થિત આયોજન કરી આ વિસ્તારોને દૈનિક ૨૦ મિનિટ પાણી મળે તેવું આયોજન હાથ ધરાયેલ. જેના અનુસંધાને તા.૧૪થી આ તમામ વિસ્તારોને દૈનિક ૨૦ મિનિટ પીવાના પાણીનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે.


તદ્દઉપરાંત વોટર વર્કસ વેસ્ટ ઝોન અંતર્ગતના વોર્ડ નં.૧ આધારિત ઘંટેશ્વર સાઇડના વિસ્તારો જેમ કે વર્ધમાન નગર, આસ્થા રેસીડન્સી, રત્નમ, રેસકોર્સ બંગલો, મહાદેવ પાર્ક, હર્ષદીપ પાર્ક અને મારુતિનંદન તથા વોર્ડ નં.૩ આધારિત માધાપર ગામના વિસ્તારો જેમ કે, માધાપર ગામતળ, જુનો કોળીવાસ, પટેલવાસ, સિંધોઈનગર, અને વૃંદાવન સોસાયટી વિસ્તારમાં વિસ્તારમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવતુ હતું. રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ શહેરના નગરજનોને ક્વોલીટી વોટર મળી રહે તે માટે તા.૧૪થી આ તમામ વિસ્તારોમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે.જેને લીધે રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પરથી ભરવામાં આવતા અંદાજિત રોજના ૭૦ ટેન્કર બંધ થયેલ છે.હાલ આ વિસ્તારોમાં દૈનિક ૩.૦ એમ.એલ જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે. વોટર વર્કસ વેસ્ટ ઝોન અંતર્ગતના વોર્ડ નં.૧ આધારિત નાગેશ્વર સાઇડના વિસ્તારો જેમ કે સૈનિક સોસાયટી, અમી હાઈટ્સ, બ્રહમનાથ, પરશુરામ, જૈનમ, અજમેરા, સુંદરમ, ફોરચ્યુન, શાંતિનગર વિસ્તારમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવતુ હતું જે તા.૨૭થી આ તમામ વિસ્તારોમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. હાલ આ વિસ્તારોમાં દૈનિક ૧.૫ એમ.એલ જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે.જેના કારણે આ માધાપર તથા ઘંટેશ્વર વિસ્તારના ૩૫૦૦ જેટલા હયાત નળ કનેકશન તથા નવા ઇસ્યુ કરવામાં આવેલ ૫૦૦ નળ કનેકશન એમ કુલ ૪૦૦૦ નળ કનેકશન ધારકોને ફાયદો થયેલ છે.આ ઉપરાંત બાકી રહેતા વિસ્તારોમાં પણ આગામી સમયમાં દૈનિક પાણી વિતરણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application