રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મામલે વિવિધ પક્ષો ભાજપને ઘેરી રહ્યા છે. ઘાર્મિક આયોજન નહીં બલ્કે રામમંદિર મુદ્દે રાજકારણ ખેલાઇ રહ્યું હોવાના આક્ષેપો દિન પ્રતિદિન થઇ રહ્યા છે. ત્યારે આ તરફ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિર કાર્યક્રમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ એક રાજકીય કાર્યક્રમ છે. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસનો કાર્યક્રમ છે. આથી, ત્યાં જવું મૂશ્કેલ છે. રાહુલ ગાંધીએ નાગાલેન્ડના કોહિમામાં આ વાત કહી હતી. રાહુલે કહ્યું કે અયોધ્યામાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે તે રાજકીય કાર્યક્રમ છે.
રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. જેના ત્રીજા દિવસે કોંગ્રેસ સાંસદ રાહુલે કહ્યું હતું કે, આરએસએસ અને બીજેપીએ આ કાર્યક્રમને સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી ફંક્શન બનાવી દીધું છે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે રાજકીય છે. આરએસએસ અને ભાજપે 22 જાન્યુઆરીને ચૂંટણીની ફ્લેવર આપી છે. આથી કોંગ્રેસ અધ્યક્ષ ત્યાં હાજરી નહી આપે. અમે બધા ધર્મો સાથે છીએ, જેને પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં જવું હોય તે જઇ શકે છે તેમ પણ કહ્યું હતું.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિના મોટા પાદરીઓએ પણ રામમંદિરના સમારોહમાં જવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં અમારે ત્યાં જવુ ખૂબ મુશ્કેલ છે. હું લોકો સાથે સારી રીતે વર્તન કરું છું. હું ધર્મનો લાભ લેતો નથી. હું હિંદુ ધર્મનું પાલન કરું છું પણ તેને શર્ટ પર નથી પહેરતો. હું મારા જીવનમાં હિંદુ ધર્મ અપનાવું છું જે યોગ્ય છે પણ હું તે બતાવતો નથી. જેઓ ધર્મને માન આપતા નથી, માનતા નથી તેઓ દેખાડા કરે છે.
સાથે જ તેમણે આ યાત્રા વિશે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા એ વિચારધારાની યાત્રા છે. ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડશે અને જીતશે. તેઓ ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેશે અને સારી રીતે ચૂંટણી લડશે ઇન્ડિયા ગઠબંધનની સ્થિતિ ઘણી સારી છે. બધા એકબીજા સાથે વાત કરી રહ્યા છે. બેઠકોની વહેંચણી પર પણ ચર્ચા ચાલી રહી છે. એક-બે જગ્યાએ થોડી સમસ્યા છે, પણ ત્યાં બધું સારું થઈ જશે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે અમે જનતાને વૈકલ્પિક વિકલ્પો આપીશું.
નીતિશ કુમારના એનડીએમાં સામેલ થવા પર રાહુલે ગાંઘી એ કહ્યું હતું કે મીડિયા આ બાબતને ખૂબ હાઈપ આપે છે. ઇન્ડિયા ગઠબંધનમાં કોઇ સમસ્યા નથી. આ યાત્રા દરમિયાન વાતચીત કરતા રાહુલ ગાંધીએ એક મહત્વની વાત એ પણ જણાવી હતી કે તેમની ભારત જોડો ન્યાય યાત્રા માટે એક નિશ્ચિત રૂટ છે, તેનું પાલન કરવામાં આવશે. આથી, 22મી જાન્યુઆરીએ તેઓ આસામમાં હશે. આથી, સ્પષ્ટ છે કે 22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હશે ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાને આગળ ધપાવી રહ્યા હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયન મીડિયા તો ભારતની ટીમ પાછળ પડી ગયું, રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હંગામો
December 21, 2024 03:59 PMચાર્જેબલ FSI પર ૧૮ ટકા જીએસટી લાગશે
December 21, 2024 03:50 PMરૈયા ટેલિફોન એકસચેન્જ પાસે કાર થાંભલા સાથે અથડાઇ: યુવક અને તેની પ્રેમિકાને ઇજા
December 21, 2024 03:48 PMપોલીસે રીક્ષાચાલક, ફ્રુટના ધંધાર્થી બની ડબલ મર્ડરના ફરાર આરોપીને યુપીથી ઝડપી લીધો
December 21, 2024 03:47 PMઆઈ.ટી.આઈ.જામનગર ખાતે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાવા અંગેનો માર્ગદર્શક સેમિનાર યોજાયો
December 21, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech