જાણો ગુટખા કંપનીના પ્રચાર માટે કયા અભિનેતાઓ અને પૂર્વક્રિકેટર્સને મળી છે લીગલ નોટીસ?

  • December 28, 2023 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkalteam

ફિલ્મ અભિનેતા અને ક્રિકેટરોની લોકપ્રિયતા અત્યંત હોય છે. આ જ કારણ હોય છે કે તેમને અનેક કંપનીઓ તેમની પ્રોડકટ માટે પ્રમોટ કરવા ઇચ્છતી હોય છે. જેના બદલામાં તેમને તગડો ચાર્જ પણ આપવામાં આવતો હોય છે પરંતુ કયારેક કોઇ જાહેરખબર કે પ્રમોટ કરવાની બાબતે કોર્ટનું તેડુ કે લીગલ નોટીસ આવાતા ભારે પડી જતું હોય છે. જીહા, બોલીવુડના ત્રણ અભિનેતાઓ તેમજ પૂર્વ ક્રિકેટર્સને ગુટખા કંપનીઓને પ્રમોટ કરવા માટે નોટીસ મોકલવામાં આવી છે.


આપને જણાવી દઇએ કે બોલીવુડ અભિનેતા રિતિક રોશન, ટાઇગર શ્રોફ અને સલમાન ખાનને ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. એટલું જ નહીં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગને પણ કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. વાસ્તવમાં આ સ્ટાર્સ અને ક્રિકેટર્સ ગુટખા કંપનીઓને પ્રમોટ કરે છે. જેના સંદર્ભમાં લખનૌ હાઈકોર્ટના વકીલ મોતીલાલ યાદવે આ તમામને લીગલ નોટિસ મોકલી છે.


આપને જણાવી દઇએ કે, શાહરૂખ ખાન, અજય દેવગણ અને અક્ષય કુમારને પણ આ પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ મોતીલાલ યાદવની અરજી પર કેન્દ્ર સરકારે લખનૌ હાઈકોર્ટના નિર્દેશ પર આ ત્રણેય અભિનેતાઓને નોટિસ ફટકારી હતી. ત્યારે ફરી બોલીવુડના ત્રણ અભિનેતા અને ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરોને નોટીસ પાઠવવામાં આવી છે.


મોતીલાલ યાદવે મોકલેલી લીગલ નોટિસમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, 15 દિવસની અંદર તેઓ ગુટખા કંપનીઓ સાથે કરાયેલા જાહેરાતના કરારને સમાપ્ત કરી દે. જો તેઓ તેમના જાહેરાતના કરારને સમાપ્ત નહીં કરે તો આ લોકોના નામ પણ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કન્ટેન્ટ તરીકે સામેલ કરવામાં આવશે અથવા બધા સામે નવી પીઆઈએલ દાખલ કરવામાં આવશે. એટલે હાલ તો તમામ સ્ટાર્સ માટે 15 દિવસનો સમયગાળો છે કે તેઓ ગુટખા કંપની સાથેના કરારને સમાપ્ત કરી દે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા પાન મસાલા કંપનીઓની જાહેરાતના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચ દ્વારા શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગનને નોટિસ ફટકારવામાં આવી હતી. કેન્દ્ર સરકારના વકીલે પણ આ અવમાનના અરજી પર અપીલને ફગાવી દેવા માટે લખનૌ બેંચમાં અરજી કરી હતી. આ મામલે કેન્દ્ર સરકારના વકીલે લખનૌ બેંચને એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પણ આ કેસની સુનાવણી કરી રહી છે. આથી આ અરજી ફગાવી દેવી જોઈએ. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે આ અવમાનના અરજીને પાસ કરી છે. જેથી, આગામી સુનાવણી 9 મે, 2024ના રોજ રાખવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application