જાણી લો, હ્રતિક અને દીપિકાને ચમકાવતી ફિલ્મ 'ફાઇટર'નું ટ્રેલર કયારે થશે રિલીઝ?   

  • January 13, 2024 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ સ્ટાર હ્રતિક રોશન અને દીપિકા પાદુકોણની એક્શન ફિલ્મ 'ફાઇટર' ચર્ચામાં છે. આ ફિલ્મ વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં નંબર વન પર છે. દેશભક્તિની લાગણીઓથી ભરપૂર આ ફિલ્મમાં પ્રશંસકોને પહેલીવાર હ્રતિક અને દીપિકાની કેમેસ્ટ્રી જોવા મળશે. પણ હવે થોડા જ દિવસોમાં 'ફાઈટર' ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ફિલ્મનું ટ્રેલર આવવાનું બાકી છે. પરંતુ ફિલ્મ રસિકોએ આ માટે વધુ રાહ જોવી પડશે નહીં. નિર્માતાઓએ ટ્રેલરની રિલીઝ તારીખ અને સમયની પુષ્ટિ કરી આપી છે.


ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે ટ્રેલરની તારીખ અને સમયની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે 'ફાઇટર'નું ટ્રેલર 15 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે રિલીઝ કરવામાં આવશે. એટલું જ નહી હ્રતિક રોશને પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતીની પુષ્ટિ કરી છે. ત્યારે આ ટ્રેલરને નિહાળવા લોકોમાં એટલો જ ઉત્સાહ છે.


આપને જણાવી દઇએ કે, ફાઇટર ફિલ્મમાં હ્રતિક રોશન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. આ સાથે અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ સહિતના કલાકારોએ પણ અભિનયના ઓજસ પાથર્યા છે. દેશભક્તિની થીમ પર બનેલી આ ફિલ્મ છે. જેમાં દેશભક્તિની ભાવના સાથે જોરદાર એક્શન અને રોમાન્સ પણ જોવા મળશે. જોકે આ ફિલ્મના રિલીઝ થયેલા ત્રણેય ગીતો ખૂબ જ ધુમ મચાવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાને હવે બહુ સમય રહ્યો નથી. અને ત્યાર બાદ આ ફિલ્મ પણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો કે, સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ફાઇટર'ના પોસ્ટર્સ, ગીતો અને ટીઝર્સને ફિલ્મ રસિકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application