જાણી લો ઓટીટી પ્લેટફોર્મ પર કયારે રિલીઝ થશે ફિલ્મ એનિમલ?

  • December 30, 2023 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આ મહિનાની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. એનિમલ રિલીઝ થયાના માત્ર ચાર દિવસમાં જ તે 200 કરોડના ક્લબમાં સામેલ થઈ હતી. આ ફિલ્મે સિનેમાઘરોમાં જોરદાર કમાણી કર્યા બાદ હવે તેની ઓટીટી પ્લેટફોર્મ પર રાહ જોવાઇ રહી છે.


ફિલ્મ એનિમલ તો પહેલી ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. પરંતુ વાત ઓટીટી પ્લેટફોર્મ વિશે કરવામાં આવે તો, ફિલ્મ એનિમલ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે તેની ઓટીટી રિલીઝની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. અહેવાલોનું માનીએ તો આ ફિલ્મ જાન્યુઆરી 2024ના અંતિમ સપ્તાહમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સામાન્ય રીતે કોઇ પણ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય તેના 45 થી 60 દિવસ બાદ તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. આ રીતે જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં એનિમલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ શકે છે.


મહત્વનું છે કે, ફિલ્મ એનિમલ રણબીર કપૂરની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 882.40 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે ટૂંક સમયમાં આ ફિલ્મ 900 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application