દેશના બે દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્રારા પઠાવવામાં આવતા સમન્સ માટે ખૂબ જ ચર્ચામાં છે. ઇડી આ બન્ને નેતાઓની પૂછપરછ કરવા માંગે છે પરંતુ બન્ને નેતાઓ હાજર થતા જ નથી. આથી, વારંવાર આ બન્ને નેતાઓને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ સમન્સ પાઠવી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે ઈડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે નવેમ્બર 2023થી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્રણ વખત સમન્સ મોકલ્યા છે. તો આ તરફ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ઓફિસ ઓફ પ્રોફિટ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના મામલામાં ઓગસ્ટ 2023થી અત્યાર સુધીમાં 7 નોટિસ મોકલવામાં આવી છે. પરંતુ આ બંને નેતાઓ તપાસ એજન્સીના સમન્સની અવગણના કરી રહ્યા છે. આ સ્થિતીમાં સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ મુખ્યમંત્રી કે મંત્રી વારંવાર ઈડીની નોટિસની અવગણના કરે છે તો તપાસ એજન્સી શું કાર્યવાહી કરી શકે છે?
ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 50 હેઠળ અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનને સમન્સ મોકલી રહી છે. આ કાયદા અનુસાર, તપાસ એજન્સી દ્વારા જેને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે તે વ્યક્તિ રીતે અથવા અધિકૃત એજન્ટો દ્વારા હાજર થવા માટે બંધાયેલા છે. તે તપાસ હેઠળના કેસ સાથે સંબંધિત નિવેદનો અને દસ્તાવેજો રજૂ કરવા માટે પણ બંધાયેલા છે. જ્યાં સુધી તેઓ પૂછપરછ માટે નહીં આવે ત્યાં સુધી ઇડી સમન્સ મોકલવાનું ચાલુ રાખશે.
મહત્વનું છે કે અનેક નોટિસો બાદ પણ સીએમ તપાસમાં નહીં જોડાય તો શું થશે? આ મહત્વનો સવાલ પણ ઉદભવે છે. ત્યારે આ સ્થિતિમાં એક તો તપાસ એજન્સી સંબંધિત કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરી શકે છે અથવા ઇડી નિવાસસ્થાને જઈને પૂછપરછ કરી શકે છે. જો ઇડી પાસે નક્કર પુરાવા હોય તો તે પૂછપરછ બાદ ધરપકડ માટે આગળ વધી શકે છે.
અહીં મહત્વની વાત એ પણ છે કે જો ત્રણ સમન્સ મળ્યા બાદ પણ મુખ્યમંત્રી હાજર ન થાય તો ઇડી પાસે તેમની ધરપકડ કરવાનો કાયદાકીય અધિકાર છે. ઇડી મર્યાદિત સત્તા ધરાવે છે. પરંતુ ઇડી ધરપકડની સત્તાનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેની પાસે મુખ્યમંત્રી ગુનામાં સામેલ હોવાના મજબૂત પુરાવા હોય. કોઈ નક્કર પુરાવાના અભાવે બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિની ધરપકડ કરી શકાતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના વણિક યુવકને ડીજીટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
November 26, 2024 01:25 PMજામનગર: કર્મચારી નગરથી ઘોરિવાવને જોડતા નવો ટીપી રોડમાં વચ્ચે થાંભલો, તંત્રએ બનાવી નાખ્યો સીસી રોડ
November 26, 2024 01:04 PMજામનગરના હાપા માર્કેટ યાર્ડમાં અજમાની બોલબાલા
November 26, 2024 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech