અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન માટે સમગ્ર દેશની મીટ મંડાયેલી છે. ત્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો અને રાજ્ય એકમોને ખાસ નિર્દેશ આપ્યા છે. 22 જાન્યુઆરીએ દીવા પ્રગટાવવા અને દિવાળીની ઉજવણીની સાથે તેમણે 9 દિવસ સુધી વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવા જણાવ્યું છે. આ ઉજવણીને જાણે કે એક અવસર બનાવી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપનો એજન્ડા તૈયાર કરી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. આ માટે જેપી નડ્ડાએ આ એજન્ડા પર કામ કરવાની સૂચના આપતો પત્ર જાહેર કર્યો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 22 જાન્યુઆરીએ રામલલાના જીવનના અભિષેક અને અયોધ્યાના રામ મંદિરના ઉદ્ઘાટનના અવસર પર લોકોએ પોતાના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવવી જોઈએ અને દિવાળીની ઉજવણી કરવી જોઈએ. 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ. સાથે જ પાર્ટી દ્વારા તમામ યાત્રાધામ વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. મંદિર અને પૂજાસ્થાનોની આસપાસના વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવું. આમાં ઝાડુ લગાવવું, પ્લાસ્ટિક ઉપાડવું, ડસ્ટબિન રાખવું, ચૂના તેમજ માટીનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
જેપી નડ્ડાએ પ્રદેશ પ્રમુખોને એક નિશ્ચિત સમય નક્કી કરવા અને દરરોજ બે થી ત્રણ કલાકનું સ્વચ્છતા અભિયાન ચલાવવા જણાવ્યું હતું. ખાસ સ્વચ્છતા અભિયાન માટે પરિસરના તમામ સ્થળોની યાદી બનાવીને વ્યવસ્થિત આયોજન કરવું તેવો આગ્રહ રાખ્યો છે. સાંસદો, ધારાસભ્યો, પક્ષના અધિકારીઓ અને કાર્યકરો માટે અલગ-અલગ જગ્યા ફાળવવી અને દરેકને કાર્યક્રમમાં અસરકારક રીતે ભાગ લેવા જણાવાયું છે. પક્ષ પ્રમુખે તમામ સંસ્થાઓ અને અન્ય જનપ્રતિનિધિ સંસ્થાઓને સ્વચ્છતા અભિયાન ચલાવવા સૂચના આપી હતી.
નવ દિવસ સુધી વિશેષ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ માટે કેટલીક ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જે આ પ્રમાણે છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેટોડાના યુવાનને વ્યાજખોર બંધુની દુકાન બધં કરાવી દઇ સામાન ભરી જવા ધમકી
December 23, 2024 11:33 AMસુલતાનપુર નજીક ઇનોવાએ બાઇકને ઠોકર મારતા બાબરાના આધેડનું મોત, યુવકને ઇજા
December 23, 2024 11:31 AMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 11:31 AMનવાગઢમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવકનું મોત: બનાવ હત્યામાં પલટાયો
December 23, 2024 11:30 AMકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech