પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે રામ મંદિરના અભિષેક સમારોહનો ઉલ્લેખ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરીને નાટક કરી રહી છે.
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ બંગાળના જયનગરમાં કહ્યું કે, મને રામ મંદિર વિશે પૂછવામાં આવ્યું હતું. હું એ ઉત્સવમાં વિશ્વાસ રાખું છું જે બધાને એક સાથે લઇને ચાલે છે. તમે ચૂંટણી પહેલા નાટક કરી રહ્યા છો. તમે જે ઇચ્છો તે કરો, મને કોઈ સમસ્યા નથી. પરંતુ અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, હું ભગવાનની કસમ ખાઉં છું કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી હું હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ક્યારેય ભેદભાવ નહીં થવા દઉં. હું લોકોને ધર્મના આધારે વહેંચવામાં માનતી નથી.
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ માટે મમતા બેનર્જીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તાજેતરમાં જાણવા મળ્યું હતું કે, મમતા બેનર્જી સમારોહમાં હાજરી આપશે નહીં. જોકે ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, મમતા બેનર્જી અથવા ટીએમસીના અન્ય કોઈ પ્રતિનિધિ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનો કોઈ પ્રશ્ન નથી. અમે રાજકારણને ધર્મ સાથે ભેળવવામાં માનતા નથી.
આપને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત લગભગ દરેક ક્ષેત્રના દિગ્ગજ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech