જાણો રામ મંદિર અંગે પીએમ મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ શું કહ્યું?

  • December 27, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ રામ મંદિરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું છે કે મોદી કોઈપણ પક્ષના નહીં પરંતુ દરેકના વડાપ્રધાન છે અને આ જ સંદેશ ભારતના લોકો પીએમ મોદી પાસેથી ઈચ્છે છે. તેમણે કહ્યું કે, મને કોઈ ધર્મથી વાંધો નથી. ક્યારેક-ક્યારેક મંદિરમાં જવાનું ઠીક છે, પરંતુ તમે તેને મુખ્ય મુદ્દો બનાવી શકતા નથી.


​​​​​​​રામ મંદિર અસલી મુદ્દો છે કે બેરોજગારી?

સામ પિત્રોડાએ વધુમાં કહ્યું કે, 40 ટકા લોકો ભાજપને વોટ આપે છે જ્યારે 60 ટકા લોકો ભાજપને વોટ આપતા નથી. આપણે ત્યાં અનેક સમસ્યાઓ અને પડકારો છે. જેમ કે, બેરોજગારી, મોંઘવારી, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના મહત્વના મુદ્દે વાત થવી જોઈએ. લોકોએ નક્કી કરવાનું છે કે વાસ્તવિક મુદ્દાઓ શું છે? શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે કે બેરોજગારી છે? શું રામ મંદિર વાસ્તવિક મુદ્દો છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વાસ્તવિક મુદ્દો છે? સહિતના સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા.


ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પિત્રોડાએ કહ્યું કે ધર્મને રાજકારણથી અલગ રાખવાની જરૂર છે. આ સમયે આખો દેશ રામ મંદિર પર લટકી રહ્યો છે.  લોકોએ વિચારવું પડશે કે તેઓ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે કે બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર. ધર્મ એ અંગત બાબત છે. તેને રાષ્ટ્રીય એજન્ડા તરીકે રજૂ ન કરવું જોઈએ. પીએમ હંમેશા મંદિરોની વાત કરે છે અને ત્યાં સમય પસાર કરે છે.


રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ ન કરો

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, જ્યારે કોઈ વડાપ્રધાન રામ મંદિરમાં જાય છે ત્યારે મને તકલીફ થાય છે. કેમ કે, દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે. વડાપ્રધાને તે સમસ્યાઓ વિશે વાત કરવી જોઈએ. પિત્રોડાએ આ તકે એમ પણ કહ્યું કે મને ખબર નથી કે તમે કયા ધર્મનું પાલન કરો છો પરંતુ રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ ન કરવો જોઈએ.


Congressleader,SamPitroda,Rammandir,PMModi,realissue,politics,religion



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application