શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત મેરી ક્રિસમસ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. 12 જાન્યુઆરીએ આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે તો મેરી ક્રિસમસે લગભગ 2 કરોડ રૂપિયાનો પ્રમાણમાં ઠીકઠાક બિઝનેસ કર્યો હતો. પરંતુ વિકેન્ડ અને ફેસ્ટિવલ ટાઇને ધ્યાનમાં રાખી આ ફિલ્મના કલેકશનમાં સુધાર આવવાની આશા સેવાઇ રહી હતી. હવે ત્રીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં થોડો સુધારો જોવા મળ્યો છે.
આપને જણાવી દઇએ કે મળતી માહિતી અનુસાર, આ ક્રાઈમ થ્રિલર ફિલ્મ મેરી ક્રિસમસે ત્રીજા દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં 3.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે બીજા દિવસે ફિલ્મે 3.45 કરોડની કમાણી કરી હતી. આ સાથે તેનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 9.65 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલમાં પણ રિલીઝ થઈ હતી. જોકે, ધીમી શરૂઆત છતાં ફિલ્મ હવે થોડે અંશે ટ્રેક પર આવી રહી હોવાનું ધ્યાને આવે છે.
60 કરોડના બજેટમાં બનેલી મેરી ક્રિસમસમાં કેટરીના અને વિજય સેતુપતિ પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મે બે દિવસમાં વર્લ્ડ વાઇડ 8 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે વીકએન્ડના કારણે ફિલ્મનો બિઝનેસ વધી ગયો છે. જો કે, કેટરીનાની આ ફિલ્મ વિકી કૌશલની ડંકી કરતાં વધુ સારી કમાણી નથી કરી રહી તે દેખીતી વાત છે. ફિલ્મ રિલીઝ થયાને બોક્સ ઓફિસ પર શરૂઆત નબળી રહી હતી. પરંતુ વિકેન્ડ અને મકરસંક્રાંતિને કારણે બોક્સ ઓફિસ કલેકશનમાં સુધાર આવશે તેવી આશા સેવાતી હતી. જે મહદઅંશે સાચી પડી. જોકે ફેસ્ટિવલ ટાઇમનો ભરપૂચ લાભ આ ફઇલ્મ ઉઠાવી ન શકી હોવાનું બોક્સ ઓફિસ કલેકશનના હાલ સુધીના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech