ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણી રમાવાની છે. આ માટે ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રણ મેચની આ ટી20 શ્રેણી માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઓલરાઉન્ડર મિશેલ માર્શને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી નોંધનીય વાત અહીં એ છે કે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સિવાય મિચેલ સ્ટાર્ક અને સ્ટીવ સ્મિથ ટી20 સિરીઝનો ભાગ નહીં હોય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્કલોડને મેનેજ કરવા માટે આ ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ટી20 સીરીઝ માટે ટીમમાં પરત ફર્યો છે.
મહત્વનું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ વર્ષના ટી20 વર્લ્ડ કપમાં ટીમની કમાન કોણ સંભાળશે. પરંતુ માર્શને કમાન સોંપવામાં આવ્યા બાદ એવું અનુમાન લગાવવામાં આવે છે કે તે પણ વર્લ્ડકપ માટે કેપ્ટનશિપના દાવેદારોમાં સામેલ છે. ગત વર્ષે મૈથ્યુ વેડ ભારત સામેની ટી20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો.
એક અહેવાલ મુજબ પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળતા જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે. ન્યુઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પેટ કમિન્સની વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. આ સિરીઝથી સ્પષ્ટ થઈ જશે કે ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની કમાન કોણ સંભાળશે. સ્ટાર્ક પણ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ક્રિકેટના મેદાનમાં જોવા મળશે.
સ્ટીવ સ્મિથની જગ્યાએ મેટ શોર્ટને ટીમમાં તક આપવામાં આવી છે. તાજેતરમાં જ શોર્ટે બિગ બેશ લીગમાં 541 રન બનાવ્યા છે. ડેવિડ વોર્નર સાથે શોર્ટ ઓપનિંગ સંભાળતો જોવા મળશે. ગ્લેન મેક્સવેલની ટીમમાં વાપસી થઈ છે. મેક્સવેલ આ પહેલા વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ફાસ્ટ બોલર નાથન એલિસની પણ ટીમમાં વાપસી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech