આમ તો અભિનેતા રિતેશ દેશમુખ ફિલ્મોમાં તેની કોમેડી ભૂમિકાઓ માટે વધુ જાણીતો છે. પરંતુ રિતેશ છેલ્લા કેટલાક સમયથી લોકોને ફિલ્મોમાં હસાવતો નથી. બલ્કે તે ડરાવે છે. જીહા, તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. મજાની વાત તો એ છે કે જેમ તે પડદા પર કોમેડી રોલ ખૂબ સારી રીતે ભજવે છે તેમ તે વિલનની ભૂમિકા પણ સારી રીતે નિભાવી રહ્યો છે. ત્યારે હવે તે અજય દેવગણ સાથે ટક્કરાશે.
જીહા, હવે મોટા પડદા પર અજય દેવગણ અને રિતેશ દેશમુખની ટક્કર જોવા મળશે. આપણે જાણીએ છીએ કે, રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી 'રેઈડ 2'નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગણ લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રિતેશ દેશમુખ વિલનની ભૂમિકામાં હશે. એટલે રેઇડની આ સિકવલમાં બન્ને અભિનેતાઓ ટકરાવાના છે.
જો કે મોટા પડદા પર અજય દેવગણ અને રિતેશ દેશમુખ બન્ને કલાકારો પ્રથમ વખત એકસાથે કામ નથી કરી રહ્યા. બંને કલાકારો આ પહેલા પણ સાથે જોવા મળ્યા છે. અજય દેવગણ અને રિતેશ દેશમુખ ઈન્દ્ર કુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ'માં કોમેડી કરતા જોવા મળ્યા હતા. ત્યારે 'રેઈડ 2'માં તેમનો રોલ 'ટોટલ ધમાલ' કરતા બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં બંનેના પાત્રો એકબીજા સાથે ટકરાતા જોવા મળશે. આ તરફ રિતેશ દેશમુખ વિલનની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
કહેવામાં આવે છે કે, આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેનું શૂટિંગ એક-બે રાજ્યોમાં નહીં પરંતુ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોટા પાયે થવાનું છે. આ ફિલ્મમાં અજય સાથે વાણી કપૂર ફીમેલ લીડમાં હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech