ભારતીય કુસ્તી જગત હાલના સમયમાં ભારે ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. ગત વર્ષે બ્રિજભૂષણ શરણ સિંહ સામે ખેલાડીઓના વિરોધ બાદ ડિસેમ્બરમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાની ચૂંટણી યોજાઈ હતી અને સંજય સિંહ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા પરંતુ રમત મંત્રાલયે તેમને બરતરફ કર્યા હતા. હવે રિયો ઓલિમ્પિક-2016માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનારી સાક્ષી મલિકે વધુ એક ખુલાસો કર્યો છે. બુધવારે પોતાના ઘરે પત્રકાર પરિષદમાં તેણે આરોપ લગાવ્યો કે તેને અને તેના પરિવારને ધમકીઓ મળી રહી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે બ્રિજભૂષણ સિંહના લોકો તેને કોલ કરી રહ્યા છે.
મહત્વનું છે કે, સાક્ષી મલિક એ કુસ્તીબાજોમાં સામેલ હતી. જેણે ગત વર્ષે જંતર-મંતર પર બ્રિજ ભૂષણનો વિરોધ કર્યો હતો. તેના સિવાય આ પ્રદર્શનમાં બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના નામ પણ સામેલ હતા. આ તમામે બ્રિજ ભૂષણ પર મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી બ્રિજ ભૂષણને પદ પરથી હટી જવું પડ્યું અને ત્યારબાદ ફરીથી ચૂંટણી યોજાઈ હતી.
પોલીસને જાણ કરશે
સાક્ષીએ બુધવારે તેના દિલ્હીના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે તેની માતાને કોઈનો ફોન આવ્યો અને તે વ્યક્તિ કહી રહ્યો હતો કે તેના ઘરમાં કોઈની વિરુદ્ધ કેસ દાખલ થવા જઈ રહ્યો છે. સાક્ષીએ કહ્યું કે બ્રિજભૂષણના લોકો તેને ફોન કરી રહ્યા છે. અસલામતી અનુભવાતા સાક્ષી મલિકે ભારત સરકાર પાસે સુરક્ષાની માંગ કરી છે. સાક્ષીએ એમ પણ કહ્યું છે કે તે આ મામલાની સંપૂર્ણ માહિતી પોલીસને આપશે. સાક્ષીએ કહ્યું કે તે ન્યાય માટે લડી રહી છે અને છતાં તેને ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું કે ચૂંટણી પછી પણ બ્રિજભૂષણનો માણસ સંઘમાં આવ્યો હતો. આ દિગ્ગજ કુસ્તીબાજે એમ પણ કહ્યું કે તે નથી ઈચ્છતી કે સંજય સિંહ કે બ્રિજ ભૂષણનો કોઈ ખાસ વ્યક્તિ પરત આવે.
એડહોક કમિટીથી કોઈ સમસ્યા નથી
રમતગમત મંત્રાલયે સંજય સિંહની આગેવાની હેઠળની WFIને બરતરફ કરી દીધી હતી અને તેના સ્થાને ફેડરેશનની કામગીરીની દેખરેખ માટે એડહોક કમિટીની રચના કરી હતી. સાક્ષીએ કહ્યું છે કે તેને એડહોક કમિટીથી કોઈ સમસ્યા નથી અને તે તેનું સ્વાગત કરે છે. સાક્ષીએ કહ્યું કે તેના પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેણે જુનિયર બાળકોના અધિકારો છીનવી લીધા છે પરંતુ સાક્ષી કહે છે કે બાળકોનું ભવિષ્ય બરબાદ ન થાય તેમ તે ઇચ્છે છે અને તે આ માટે જ લડી હતી. સાક્ષીએ વડાપ્રધાનને બાળકોને સુરક્ષિત રાખવા વિનંતી કરી છે. જંતર-મંતર પર થઈ રહેલા વિરોધ અંગે સાક્ષીએ કહ્યું કે આ બ્રિજ ભૂષણનો પ્રચાર છે. બ્રિજભૂષણનો આઈટી સેલ સક્રિય છે. સાક્ષીએ સ્પષ્ટ કહ્યું છે કે તે ઈચ્છતી નથી કે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયામાં બ્રિજ ભૂષણના કોઇ વ્યક્તિમાંથી આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech