જાણો કયા ચહેરા માટે અને કઇ બેઠક માટે ઇન્ડીયા ગઠબંધનમાં જેડીયુ કરશે માંગ?

  • January 01, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત થયા છે. આ ચૂંટણીમાં ભાજપને ઘેરવા માટે ઇન્ડીયા ગઠબંધન કમર કસી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓના આ ગઠબંધનમાં પીએમ ચહેરા સિવાય સીટોને લઈને પણ પેચ ફસાયો છે. રાજકીય પક્ષો પોતપોતાના દાવ લગાવી રહ્યા છે. ત્યારે આ તરફ તાજેતરમાં જ જેડીયુએ તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પાર્ટી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.


આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સર્વસંમતિથી જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, દેશના અલગ-અલગ રાજયોમાંથી જેડીયુના પદાધિકારીઓ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ કાર્યકારિણી બેઠકની તસવીરો જાહેરમાં આવ્યા બાદ યુપીમાં પણ હલચલ વધી ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે જેડીયુ પણ યુપીમાં એક સીટ પર દાવો કરી શકે છે.


જેડીયુ યુપીમાં એક સીટ માટે દાવો કરે તેની પાછળનું મુખ્ય કારણ રાષ્ટ્રીય કાર્યકારિણીનો જાહેર થયેલો એક ફોટો હોવાનું જાણવા મળે છે. યુપીમાં જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય સિંહ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સૂત્રોનું માનીએ તો પાર્ટી યુપીમાં ધનંજય સિંહને ઉમેદવાર બનાવવા પર વિચાર કરી રહી છે. આ માટે જેડીયુ ઇન્ડીયા ગઠબંધનની આગામી બેઠકમાં જૌનપુર લોકસભા સીટની માંગ પણ કરી શકે છે. એવી ચર્ચા પણ છે કે પાર્ટી આ બેઠક પરથી ધનંજય સિંહને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે.


વાસ્તવમાં ધનંજય સિંહની ગણતરી પૂર્વાંચલના દિગ્ગજ બાહુબલીઓમાં કરવામાં આવે છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન જેડીયુએ આ વિસ્તારમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેડીયુએ પણ ધનંજય સિંહને જૌનપુરની મલ્હાની વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. આ ચૂંટણીમાં ધનંજય સિંહ પાર્ટીના એકમાત્ર ઉમેદવાર હતા કે જેમણે પોતાની ડિપોઝીટ બચાવી હતી. પરંતુ પાર્ટી ઈન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે ધનંજય સિંહને તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે ધનંજય સિંહ આ પહેલા બે વખત ધારાસભ્ય અને એક વખત જૌનપુરથી સાંસદ રહી ચુક્યા છે.


LokSabhaelection,Indiaalliance, JDU,NitishKumar,DhananjaySingh,PoliticalNews



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application