જાણો નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીના આગામી પ્રોજેકટ વિશે

  • December 27, 2023 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'લૈલા મજનુ',  'બુલબુલ'  અને 'કાલા' જેવી ફિલ્મોમાં પોતાના કામથી વિવેચકોના દિલ જીતનારી અભિનેત્રી તૃપ્તિ ડિમરીને આ વર્ષે તેના સપનાની ક્ષણ મળી ગઇ છે. રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. તેણે ભજવેલી ભૂમિકા બાદ લોકો દંગ થઇ ગયા હતા.


તૃપ્તિ ઓટીટી પ્લેટફોર્મ પર ખૂબ જ દમદાર કામ કરી રહી હતી અને લોકો પહેલાથી જ તેના ફેન બની રહ્યા હતા. પરંતુ હકીકત એ છે કે આપણા દેશમાં ઘણા લોકો માટે હજુ પણ ફિલ્મોનો અર્થ મોટો પડદો છે અને જ્યારે એ જ દર્શકોએ તૃપ્તિને 'એનિમલ'માં જોઇ તો તેઓ તેના દિવાના બની ગયા. એનિમલમાં તૃપ્તિ ડિમરીના ચાર્મથી તેના ફેન્સ ક્લિન બોલ્ડ થઈ ગયા. પરિણામે તૃપ્તિના ફેન ફોલોઇંગને કારણે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ. જો કે તૃપ્તિ એટલી હદે લોકપ્રિય થઇ કે તેને 'નેશનલ ક્રશ' જાહેર કરવામાં આવી. તેથી હવે, દેશના નવા રાષ્ટ્રીય ક્રશ તૃપ્તિ ડિમરીના ચાહકો માટે એક સમાચાર છે જે જાણી તેઓ ખુશીથી ઝુમી ઉઠશે.


તૃપ્તિ ડિમરી કરશે 'આશિકી'

ફિલ્મરસિકોને એ યાદ હશે કે થોડા મહિનાઓ પહેલા બોલિવુડની સુપર પોપ્યુલર રોમેન્ટિક ફ્રેન્ચાઈઝી 'આશિકી'ની સિક્વલ પર કામ શરૂ થવાના અહેવાલ આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કાર્તિક આર્યનને 'આશિકી 3'માં મુખ્ય ભૂમિકા માટે સાઇન કરવામાં આવ્યો છે અને અનુરાગ બાસુ તેનું નિર્દેશન કરશે. પરંતુ ફિલ્મમાં કાર્તિકની સાથે હિરોઈનનો રોલ કોને આપવામાં આવશે તે અંગે સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application