નવાગામ રંગીલામાં જમાઈ ઉપર સસરા–સાળાનો છરીથી હુમલો

  • September 03, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરની ભાગોળે આવેલા નવાગામ (રંગીલા)માં રહેતા યુવક ઉપર સસરા અને સાળાએ છરી વડે હત્પમલો કરતા યુવકને ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બંને પરિવાર વચ્ચે સામસામે લ વહેવાર થયા હતા અને ચાલતા ઝગડામાં બંનેની પત્ની રિસામણે હોવાથી તેના સમાધાન માટે આવ્યા ત્યારે બોલાચાલી થતા ડખ્ખો થયો હતો.
પ્રા વિગત મુજબ નવાગામ રંગીલામાં રામદેવપીર સોસાયટીમાં રહેતો અને દવાખાનામાં પાટા પિંડીનું કામ કરતો વિપુલ સાતભાઈ મકવાણા (ઉ.વ.૨૪)નો યુવક ગઈકાલે રાત્રે ઘરે હતો ત્યારે સસરા સુરેશભાઈ અને સાળા જીજ્ઞેશએ ઝગડો કરી સસરાએ છરી વડે હત્પમલો કરતા યુવકને છરીનો ઘા લાગી જવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.
બનેવી મનસુખભાઇ કહેવા મુજબ વિપુલના બહેન સામાપક્ષે સુરેશભાઈના ઘરમાં હોઈ અને સુરેશભાઈની દીકરીના વિપુલ સાથે લ થયા છે. પરિવારમાં ઝગડો થતા વિપુલની પત્ની તેના માવતરે અને તેની બહેન વિપુલના ઘરે રિસામણે આવી જતા આ વાતનું સમાધાન કરવા માટે ગઈકાલે ભેગા થયા હતા.
દરમિયાન ચા પીતી વખતે બોલાચાલી થતા સુરેશભાઈએ છરી કાઢી હત્પમલો કર્યેા હતો. બનાવ અંગે પોલીસે સુરેશભાઈ અને તેના પુત્ર જગા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application