ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગામમાં બે સિંહ દ્વારા ૩ દિવસમાં ૭ પશુઓનું મારણ

  • July 26, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામમાં છેલ્લા ત્રણ દિવસથી સતત રહેણાંક વિસ્તારમાં બે સિંહો ઘૂસી આવે છે. અને મુંગા પશુઓ પર હુમલો કરી મારણ કરતા હોવાનુ ઘટના રોજની બની ગઈ હોય ત્યારે ત્રણ દિવસમાં સાત કેટલા નિરાધાર પશુઓનાં ગામમાંજ મારણ કરી મિજબાની માણી હતી. ગામમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ.


મોટા સમઢિયાળામાં બે સિંહો ગામમાં પ્રવેશ કરી રહેણાંક મકાન પાસે પહોંચ્યા અને ગામના પાદરમાં બેઠેલી ગાયોને સિંહો નજરે પડતાં જ ત્રણ પશુઓ સિંહોની પાછળ દોટ મૂકી હતી. અને સિંહોને ગામની બહાર રસ્તા સુઘી દોડાવ્યા બાદ ગામથી નજીક ખાંભા ઉના હાઇવે રોડ પર બે સિહોએ એક ગાય પર હુમલો કરી દીધેલ અને મારણ કર્યું હતું. બાદમા રસ્તાની સાઈડમાં મારણની મજિબાની માણતા હોય ત્યારે ગામમાં વાયુવેગે આ વાત પ્રસરીજ જતાં ગામ લોકો મહિલા સહીત આ મીજબાની નિહાળવા રસ્તા પર પહોંચ્યા હતા. ત્યાંથી પસાર થતાં વાહન ચાલકે લાઇટનો પ્રકાશ કરી બન્ને સિંહોને ત્યાંથી તગેડી મૂક્યા હોવાનુ પ્રફુલભાઈએ જણાવેલ.
​​​​​​​
આમ છેલ્લા ત્રણ દિવસથી બે સિંહો ગામમાં આટાફેરા બાદ પશુઓને શિકાર બનાવી મારણની મજિબાની માણતા ત્રણ દિવસમાં સાત જેટલાં રખડતાં નિરધાર પશુઓને ફળી ખાધા હતાં. જોકે ગામમાં બે સિંહો પ્રવેશ કરતા જ પશુઓ સિંહોની પાછળ દોટ મૂકે છે તે સમગ્ર ઘટના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે. આ સિંહો જ્યારે ગામમાં પ્રવેશ કરે છે ત્યારે સીસી ટીવી કેમેરામાં જોઈ શકાય છે જેમાં એક સિંહને આગળના ડાબી સાઈડ હાથના ભાગે ઇજા થયેલ હોવાથી ત્રાસો ચાલતો હોવાનુ સીસી ટીવી ફૂટેજમાં જોવા મળે છે. આમ અવાર નવાર ગામમાં વન્ય પ્રાણીઓ આવી જતાં લોકોમાં ભય ફેલાઈ હોય આ વન્ય પ્રાણીઓને વનવિભાગ દ્વારા દૂર જંગલમા ખસેડવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application