સંસદના પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 1997-96માં મંજૂર કરાયેલ અંગમાલી-સબરીમાલા રેલ લાઇન પ્રોજેક્ટમાં કેરલ સહકાર આપી રહ્યું નથી. જો સરકાર જમીન સંપાદનમાં સહકાર આપે તો કેરળમાં રેલ્વે પ્રોજેક્ટ ગતિ પકડી શકે છે. તેમણે કહ્યું કે, આ એક જટિલ પ્રોજેક્ટ છે અને તેને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારનો સહકાર જરૂરી છે. રેલવે લાઇન નાખવા માટે નવેસરથી દરખાસ્ત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત રેલ્વે લાઇન લગભગ 111 કિલોમીટર લાંબી છે અને તેનાથી મંદિરનું અંતર 35 કિલોમીટર છે. લોકોએ ચેંગન્નુરથી પમ્બા સુધી નવી લાઇન નાખવાની માંગ કરી હતી, જે હાલના પ્રોજેક્ટ કરતાં 75 કિમી ટૂંકી છે. સબરીમાલા મંદિર તેનાથી લગભગ ચાર કિ.મી. દૂર છે. તેમણે કહ્યું કે, સાંસદોએ રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ કે નવા પ્રસ્તાવનો અમલ કરવો જોઈએ કે, જૂના પ્રસ્તાવને આગળ વધારવો જોઈએ.
જો કે, નવી દરખાસ્તનું મૂલ્યાંકન રેલવે બોર્ડ સ્તરે પણ ચાલી રહ્યું છે. આ પછી જ પ્રોજેક્ટને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસના સાંસદ અદૂર પ્રકાશના પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે, જમીન સંપાદન અને નવા પ્રસ્તાવ, કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ અને કેરળ સરકારના સમર્થનના અભાવને લઈને લોકોના વિરોધને કારણે પ્રોજેક્ટ પર કામ આગળ વધી રહ્યું નથી. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારનો સહકાર જરૂરી છે.
અંગમાલી-સબરીમાલા રેલ્વે લાઇનને ઉરુમેલીથી વિઝિંજામ ઈન્ટરનેશનલ પોર્ટ સુધી લંબાવવાના પ્રશ્ન પર વૈષ્ણવે કહ્યું કે, પોર્ટનો ઈરુમેલી સાથે કોઈ સંબંધ નથી. નેમોન રેલ્વે સ્ટેશન બંદરની નજીક છે. તેમણે એમ પણ કહ્યું કે, કેરળમાં બજેટની ફાળવણી વધી છે, પરંતુ જમીન સંપાદનના અભાવે કામ આગળ વધી રહ્યું નથી. કેરળમાં 2014માં 372 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જે હવે વધીને 2033 કરોડ રૂપિયા થઈ ગયું છે.
જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડની રેલ્વે પરિયોજનાઓ પર નાણાંનો વરસાદ થયો
સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના રેલ પ્રોજેક્ટ પર નાણાં ખર્ચ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બજેટમાં જમ્મુ-કાશ્મીર માટે 3694 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અહીં અનેક રેલવે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. જ્યારે ઉત્તરાખંડને 5131 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અહીં સૌથી મહત્વનો કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ છે. આમાં 213 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવનાર છે. તેમાંથી 171 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે. ટનલ બોરિંગ મશીન જે ટનલ બનાવવાનું કામ કરે છે તેના નામ શિવ અને શક્તિ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech