કેરળના રાજ્યપાલનું કેરેલા સ્ટોરી મુદ્દે નિવેદન, કહ્યું, "હું ફિલ્મ જોતો જ નથી, 15-20 વર્ષથી કેરળની સંસ્કૃતિ તોડવાનો થઈ રહ્યો છે પ્રયાસ"

  • May 27, 2023 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન આજે રાજકોટમાં આવ્યા હતા અને રેસકોર્સમાં યોજાયેલા ગૌ-ટેક એક્સ્પોની મુલાકાત લીધી હતી. બાદમાં સરકીટ હાઉસમાં કેરાળાના રાજ્યપાલ આરીફ મહમદખાનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં દિલ્લીમાં નવા સંસદ ગૃહ મુદે આરીફ મહમદખાનનું મોટું નિવેદન સામે આવ્યું છે. દેશ માટે આવતીકાલે ઐતિહાસિક દિવસ છે  બિલ્ડીંગની સમય મર્યાદા હોઈ છે. જૂના સામે નવું સંસદગૃહ મળ્યું છે જે આનંદની વાત છે. સૌથી મોટી વાત જેણે બનાવ્યું હતું તેમાં સંસદ બેસે તે યોગ્ય લાગતું ન હતું અને હવે આપણે બનાવેલું સંસદગૃહ મળ્યું છે.




આ સાથે કેરળના રાજયપાલ આરીફ મહમદ ખાનનું કેરેલા સ્ટોરી અંગે પણ નિવેદન આપ્યું હતું. કેરળ ફિલ્મ મેં જોઈ નથી અને હું ફિલ્મો જોતો પણ નથી. કેરળમાં તમામ ધર્મના લોકો રહે છે. છેલ્લા 15 થી 20 વર્ષથી કેરળની સંસ્કૃતિઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેરળ સરકારે પણ આ ફિલ્મ પર બેન્ડ લગાવ્યો છે તો કંઈક તો હશે જ ને.



બાબાઓના ચમત્કાર અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણે આપણા સંતાનોને સમજાવાની જરૂર છે. થોડી વાર માટે કોઈ ખુશ થાય તેને થવા દેવા જોઈએ. બાકી આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application