કલકત્તા કેસ : આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ કરનાર 19 આરોપીઓની કરાઈ ધરપકડ

  • August 16, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તોડફોડ અને હિંસાના 19 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. કોલકાતા પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે 'આરજી કાર મેડિકલ કોલેજમાં તોડફોડના કેસમાં 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પાંચની ઓળખ સોશિયલ મીડિયા પર મળેલા ફીડબેક પરથી કરવામાં આવી છે. પોલીસે મદદ કરવા બદલ લોકોનો આભાર માન્યો છે.




આરજી કાર હોસ્પિટલમાં ડોક્ટરની હત્યા અને ત્યારબાદ પ્રદર્શનકારીઓની રેલી દરમિયાન થયેલી હિંસાના વિરોધમાં આજે સિલીગુડીમાં બંધ પાળવામાં આવ્યો છે. ભારતીય સમાજવાદી એકતા કેન્દ્ર (સામ્યવાદી) એ સિલીગુડીમાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.



 15 ઓગસ્ટે આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ અને હિંસા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાજ્ય પોલીસની ફોરેન્સિક ટીમે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તપાસ હાથ ધરી હતી. અહીં જ ટોળાએ તોડફોડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News