કોલકાતામાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઈકોર્ટે આ કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, આવતીકાલે સવારે 10 કલાક સુધીમાં સીસીટીવી ફૂટેજ અને આ કેસ સંબંધિત તમામ નિવેદનો સોંપવામાં આવે.
જણાવી દઈએ કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઘટના બાદ ફરી એકવાર મહિલા સુરક્ષા જેવા મામલા પર પોલીસની બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે. બળાત્કાર અને હત્યાના આ કેસમાં ઘણા ખુલાસા થયા છે. ત્યારે પોલીસે કોલકાતામાં બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી મહિલા ડૉક્ટરના પરિવારજનોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપ્યો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે?
આ રિપોર્ટમાં હત્યા, મૃત્યુ પહેલાની પ્રકૃતિ અને જાતીય પ્રવેશ વિશે કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે પહેલા તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ તેનું બે વખત ગળું દબાવી દીધું હતું. સવારે 3 થી 5 દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
પોલીસ કસ્ટડીમાં આરોપી
આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપી ગુનેગાર સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત હોસ્પિટલની અંદર આવ્યો હતો. આરોપીની પૂછપરછ, સંજોગોના પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ઘણી સનસનીખેજ બાબતો સામે આવી છે. આ સમગ્ર કેસની સમયરેખા પોલીસ પૂછપરછ અને સીસીટીવી ફૂટેજ દ્વારા આ મામલાની ટાઈમલાઈન પ્રકાશમાં આવી સાથે જ અત્યાર સુધીની તપાસ કયા પરિણામ સુધી પહોંચી છે તે પણ સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech