કલાસૂર્ય ફાઉન્ડેશન દ્રારા સંયુકત પરિવાર સન્માન સમારોહ યોજાયો

  • May 16, 2023 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૦ સંયુકત પરિવારોને એવોર્ડ આપી પારિવારિક ભાવનાને બિરદાવી




કલાસૂર્ય ફાઉન્ડેશન દ્રારા આયોજીત આર કે રાજપૂત દ્રારા પ્રાયોજીત પરિવાર સન્માન સમારોહ દ્રિતીય મેટોડાના જીઆઇડીસી ઓડીટોરીયમમાં તાજેતરમાં યોજાઇ ગયો.જેમા ૨૦ સંયુકત પરિવારોને એવોર્ડ થી સન્માનીત કરાયા, આ કાર્યક્રમ મા ભાગ લેનાર પરિવારો માથી ચાર પરિવારો મા સાથે રહેતા સભ્યો ની સંખ્યા ૯૫, ૮૫, ૬૫, ૩૪ પણ હતી. આવી અમુલ્ય ભારતીય સંસ્કૃતીને ટકાવી રાખનાર પરિવારો વિષે સમાજ જાણે અને એ એક પ્રેરણા ક્રોત બની જાય, લોકો માટે સંયુકત પરિવાર મા રહેવુ માતા પિતાની સેવા કરવી એનો ટ્રેન્ડ આવે, અને વૃદ્ધાશ્રમો મા વૃધ્ધોની સંખ્યા ઘટે અને ધીરે ધીરે વૃધ્ધાશ્રમો લુ થઈ જાય એ ઉદ્દેષ સાથે આવો કાર્યક્રમ કલાસૂર્ય ફાઉન્ડેશનના સંગીતા પટેલ ધ્વારા યોજવામા આવ્યો. આ કાર્યક્રમ મા ખાસ આકર્ષણ ખુબ ઉમદા ડિઝાઇન થી બનેલો ભવ્ય એવોર્ડ રહ્યો, એ ખુદ સંયુકત પરીવાર ના પાયા દરેક જોનાર વ્યકિત ને યાદ કરાવે છે.



બીજુ આકર્ષણ ખાસ અમદાવાદ ના બાળ કલાકારો ધ્વારા પ્રસ્તુત થયેલ નૃત્યો રામાયણ, હનુમાન ચાલીસા અને શીવ ક્રોત્રમ હતા, આ પ્રસ્તુતી ધ્વારા પરિવારીક જીવન મુલ્યોનો બોધપાઠ આપવાનો પ્રયાસ કરવામા આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વૃધ્ધાશ્રમ રહીત સમાજ ના નિર્માણનો છે. અને આ દરેક પરીવારની જુદી જુદી વાતો કે જે સમાજને પરીવારપ્રેમ ની  શીખ આપી જશે. અને આ પરિવારોના નામ આ પ્રમાણે છે?સંગીતાબેન ધર્મેન્દ્રભાઈ ફલ્દૂ, મંજુલાબેન રમેશચંન્દ્ર ફલ્દુ,વર્ષાબેન નિલેશભાઈ ભટ્ટ, રદીયાતબેન વલ્લભભાઈ ફલેત્રા,  નિરંજનાબેન મનહરભાઈ પારેલીયા,  ગૌતમભાઈ ધમશાણીયા,  લતાબેન વીનોદ્રભાઈ મહેતા, મંજુલાબેન વિજયભાઇ સોમૈયા,  સવિતાબેન ભીખુભાઈ વીરાણી, પ્રજ્ઞાબેન ભરતભાઇ દઢાણીયા, રશ્મીબેન પરેશભાઈ જાની, ગોવિંદભાઈ પોપટભાઈ ખૂંટ, મનુભાઈ વાલજીભાઈ ગોંડલીયા, શાંતાબેન અમૃતલાલ દગાણીયા, હંશાબેન જે પનારા, જે . પી. પટેલ (વીરજા પરીવાર), જીજ્ઞેશભાઈ બોળીયા, મંજુલાબેન વ્રજલાલ ફલ્દુ, ભાવનાબેન પ્રવીણભાઈ કલારીયા, વનરાજભાઈ બચુભાઈ  ગરૈયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application