અમેરિકન રાષ્ટ્રપતિના અવાજના ગેરઉપયોગ બાદ તપાસ શરુ
જાહેર સેવા અથવા કટોકટીની જાહેરાતો માટે ઉપયોગમાં થતા પ્રી-રેકોર્ડેડ મેસેજનો સાઇબર ક્રિમીનલ્સ દ્વારા ગેરઉપયોગ
યુએસ પ્રમુખ જો બાઈડનનો એક ફેક રોબોકૉલ ડેમોક્રેટિક મતદારોમાં ફેલાયો છે. જેમાં મતદારોને ન્યુ હેમ્પશાયરમાં આજે થનારી પ્રાથમિક ચૂંટણીઓમાં ઘરે રહેવા વિનંતી કરવામાં આવી હતી. એટલે કે તેઓને મતદાનમાં ભાગ ન લેવાની સલાહ આપવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
અમેરિકન રાજ્ય ન્યૂ હેમ્પશાયરમાં આજે પ્રાથમિક ચૂંટણી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા કરીન જીન-પિયરે કહ્યું કે આ કોલ નકલી હતો અને રાષ્ટ્રપતિ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો નથી. રોબોકૉલ એક ફોન કૉલ છે જે વ્યક્તિને પ્રી-રેકોર્ડેડ મેસેજ પહોંચાડે છે. રોબોકોલ્સ ઘણીવાર રાજકીય અને ટેલિમાર્કેટિંગ ફોન કનેક્શન સાથે સંકળાયેલા હોય છે, પરંતુ તેનો ઉપયોગ જાહેર સેવા અથવા કટોકટીની જાહેરાતો માટે થાય છે. રવિવારે રાત્રે ઘણા મતદારોને ડીપ ફેક કોલ્સ અને મેસેજ મળ્યા છે. જેમાં મતદારોને કહેવામાં આવ્યું હતું કે “તમારા મતથી નવેમ્બરમાં ફરક પડે છે, આ મંગળવારે નહીં, તો મતદાન કરવા ન જવું.”
તો ન્યૂ હેમ્પશાયરના એટર્ની જનરલ, જ્હોન ફોર્મેલાએ જાહેરાત કરી કે તેઓ "ન્યૂ હેમ્પશાયર પ્રેસિડેન્શિયલ પ્રાઈમરી ઈલેક્શનમાં વિક્ષેપ પાડવા અને મતદારોને ગેરમાર્ગે દોરનારા ફોનકોલની તપાસ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલે ન્યૂ હેમ્પશાયર એટર્ની જનરલની ઓફિસ તરફથી એક નિવેદન આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ફેક કોલની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech