જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બર્ધન ચોક વિસ્તારમાં રહેતા અલી અસગરભાઇ દ્વારા ઘરફોડ ચોરી અંગે ફરીયાદ નોંધાવી હતી દરમ્યાનમાં ગુનાના કામે આરોપીઓને અટક કરીને દાગીના, રોકડ અને મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા હતા, દરમ્યાનમાં એસપી ડો. રવિ મોહન સૈનીની સુચના અનુસાર સીટી-એ પીઆઇ વી.એમ. ડોડીયા દ્વારા ઘરફોડ ચોરીના કુલ ૬,૩૫,૪૦૦ના ઘરેણાં સહિતનો મુદામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારને પરત સોંપવામાં આવ્યા હતા, જામનગર પોલીસ સતત જનતાની સુરક્ષા અને ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે.