જામનગર હોમ ગાર્ડ યુનિટ દ્વારા વૃક્ષો રોપણ કાર્યક્રમ યોજાયો

  • July 14, 2023 06:20 PM 

ગુજરાત રાજ્ય સરકારના વન મહોત્સવ 2023 ના ઉજવણી તથા કમાન્ડટ જનરલના આદેશ અને જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશ જે ભીંડીની રાહબરી હેઠળ શહેર એ યુનિટ હોમગાર્ડઝ દ્વારા જી ડી શાહ સ્કૂલ શાંતિવન સોસાયટીની સામે લાલવાડી હાપા રોડ ઉપર શહેર એ યુનિટના ઓફિસર કમાન્ડિંગ  જયેશભાઈ એચ રાણા પ્લાંટુંન કમાન્ડર યજ્ઞેશ કે વ્યાસ તથા પ્લાંટુંન કમાન્ડર રાજેન્દ્ર એ ઓઝા તથા જી ડી શાહ સ્કૂલના પ્રિન્સિપાલ  રીટાબેન સુબ્રમણ્યમ વાઇસ પ્રિન્સિપલ મિતેશભાઈ શાહ તથા સ્પોર્ટ ટીચર રાજેન્દ્રસિંહ જાડેજા તથા તેમની સાથે 115 હોમગાર્ડ ભાઈઓ તેમજ સ્કૂલના અંદાજે 100 જેટલા બાળકો એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે અને 225 જેટલા વૃક્ષ રોપવામાં આવ્યા છે.  આ તકે નાયબ વન સંરક્ષક અધિકારી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર  દ્વારા રોપા વિના મૂલ્યે આપવામાં આવેલ હતા આ સાથે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ  સુરેશ જે ભીંડી સાહેબ દ્વારા શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તેમજ હોમગાર્ડઝ જવાનોને વૃક્ષારોપણ નું મહત્વ સમજાવ્યું હતું આજનો આ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ રહ્યો હતોઆ આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડઝ અધિકારી યજ્ઞેશ કે વ્યાસ એ કયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application