ટનલમાં ફસાયેલા 40 મજૂરો સુધી પહોંચવામાં વધુ સમય લાગશે, 24 મીટર થયું ખોદકામ

  • November 18, 2023 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



૫ દિવસથી સતત રેસ્ક્યુ ઓપરેશન શરુ, અમેરિકન ઓગર મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ



ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલનને કારણે કાટમાળ નીચે ફસાયેલા ૪૦ મજૂરોને પાંચ દિવસ બાદ પણ બહાર કાઢવામાં સફળતા મળી નથી. જોકે, રાજ્ય સરકાર દ્વારા તમામ કામદારો સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો ડ્રિલિંગ અને એસ્કેપ પાઇપ નાખવાની કામગીરી સરળતાથી ચાલુ રહેશે, તો કામદારોને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે. જણાવવામાં આવ્યું છે કે એસ્કેપ ટનલ બનાવવા માટે ઓગર મશીનની મદદથી પાઇપને આગળ કરવામાં આવી રહી છે. ટનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર અંશુ મનીષ ખલકોએ કહ્યું કે અમે ૨૪ મીટર અંદર પહોંચી ગયા છીએ, જે સારી સ્થિતિ છે. અમે શક્ય તેટલી વહેલી તકે બીજા છેડે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા અમેરિકન ઓગર મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. મશીન આગળ વધવા સક્ષમ નથી. મશીનનું બેરિંગ ખરાબ થઈ રહ્યું છે. બેકઅપ તરીકે ઈન્દોરથી અન્ય ઓગર મશીન મંગાવવામાં આવ્યું છે.


ટનલમાંથી ફસાયેલા કામદારોને બહાર લાવવા માટે અત્યાર સુધીમાં છ પાઈપલાઈન નાખવામાં આવી છે, જ્યારે ચાર વધુ નાખવાની કામગીરી શરુ થશે છે. ૧૦ જેટલી પાઇપ લાઇનની મદદથી આ કામદારોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાઇપની લંબાઈ અંદાજે ૬ મીટર અને પહોળાઈ ૩ ફૂટ છે. કવાયતમાં અત્યાર સુધીમાં કુલ ૨૪ મીટરનું જ ખોદકામ થયું છે.



અવરોધોને કારણે ડ્રિલિંગ લાગી રહ્યો છે વધુ સમય


અધિકારીએ કહ્યું કે કેટલાક અવરોધોને કારણે ડ્રિલિંગની ગતિ ધીમી છે. સુરંગમાં લગાવવામાં આવેલા બાર ખોદવામાં સમસ્યા સર્જી રહ્યા છે. આવી સ્થિતિમાં કામદારોને બચાવવાની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેવો દાવો કરવો યોગ્ય નથી. ચારધામ ઓલ વેધર રોડ પ્રોજેક્ટ હેઠળ આ ટનલ નિર્માણાધીન છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application