યુટ્યુબ, એક્સ અને ટેલીગ્રામને IT મંત્રાલયે ફટકારી નોટિસ, બાળકોના વિકાસ માટે કેન્દ્ર સરકારનું આકરું વલણ

  • October 07, 2023 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સરકારે હવે ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ થતા બાળકોના જાતીય શોષણ સંબંધિત કન્ટેન્ટ  પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ પ્રકારની ગુનાહિત અને હાનિકારક સામગ્રી જોવા મળી આવશે અને તેને લગતા પગલા જો સોશિયલ મીડિયા દ્વારા જાતે જ લેવામાં નહીં આવે તો આઇટી એક્ટની કલમ ૭૯ હેઠળ તેમનો સુરક્ષિત અધિકાર પરત ખેંચી લેવામાં આવશે.


ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક્સ (ટ્વિટર), યુટ્યુબ અને ટેલિગ્રામને તેમના પ્લેટફોર્મ પરથી આવા કન્ટેન્ટ દૂર કરવાની ચેતવણી આપતા નોટિસ પણ ઈસ્યું કરી છે. મંત્રાલય દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એવી વ્યવસ્થા જાતે જ કરવી જોઈશે કે, જેના દ્વારા બાળકોના યૌન શોષણ સાથે સંબંધિત તમામ પ્રકારની સામગ્રી આપોઆપ શોધીને તેને બ્લોક કરી દે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો આ સૂચનાઓનું પાલન કરવામાં નહીં આવે, તો તેને આઈટી એક્ટ ૨૦૨૧ના નિયમ ૩(૧)(બી) અને નિયમ ૪(૪)નો સરેઆમ ભંગ ગણીને તેની સામે પગલાં ભરવામાં આવશે. સાથોસાથ, તો આઈટી એક્ટની કલમ ૭૯ હેઠળનું જે સુરક્ષિત અધિકાર આપવામાં આવ્યા છે તે પરત લઈ લેવાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આ પ્રકારની ખાતરી હવે તેની જાતે જ કરવી પડશે.


ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે, ભારત સરકાર આઈટી નિયમો હેઠળ સુરક્ષિત અને વિશ્વસનીય ઇન્ટરનેટ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જો આઈટી એક્ટ હેઠળ, સોશિયલ મીડિયા કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર ગુનાહિત અને હાનિકારક પોસ્ટને દર્શાવવાની મંજૂરી ન આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.


જો આ સોશિયલ મીડિયા તેમની જાતે જ ગુનાહિત અને હાનિકારક પોસ્ટ સામે ઝડપથી કાર્યવાહી નહીં કરે તો ભારતીય આઈટી એક્ટના કાયદા હેઠળ તેમને પરિણામ ભોગવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટ, ૨૦૦૦, બાળ જાતીય શોષણ સહિત અશ્લીલ સામગ્રીને માટે કાનૂની માળખું પ્રદાન કરે છે. આઈટી એક્ટની કલમ ૬૬ઇ , ૬૭, ૬૭એ  અને ૬૭બિ હેઠળ અશ્લીલ અથવા અશિષ્ટ સામગ્રીના ઓનલાઈન ટ્રાન્સમિશન માટે ભારે દંડ અને કેદની સજાની જોગવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application