દક્ષિણ રાજકોટના કેનાલ રોડ ઉપર વોર્ડ નં.૧૪માં આવેલ મીલપરા વિસ્તારમાં ૩૫ જેટલા સ્થળોએ બેફામ ખોદકામ કરવામાં આવ્યું હોય રહીશો ત્રાહિમામ પોકારી ઊઠા છે તદુપરાંત આ વિસ્તારમાં નળ ગટર લાઈટ સફાઈ પાણી અને સિટી બસ સ્ટોપ સહિતના પ્રશ્નો ઉકેલ્યાતા ન હોય આ મુદ્દે બિલ પરા યુવક મંડળ દ્રારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે વર્ષેા જૂના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા માંગણી કરવામાં આવી છે.
વિશેષમાં બિલ પરા યુવક મંડળ દ્રારા મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં જણાવાયું છે કે(૧) મીલપરા વિસ્તારમાં ભુગર્ભ ગટ૨ની, ડ્રેનેજની મોટી સમસ્યા આમ બની ગઈ છે. અહિં ભુગર્ભ ગટરો વારંવાર છલકાય છે. ઉદરના ઉપદ્રવના કારણે ખૂબજ ભાંગતૂટ થઈ રહી છે. અહિં ૩૫ જેટલા સ્થળે ખોદકામ કરીને ખાડાઓ કરવામાં આવેલા છે. વોટર વર્કસ અને બાંધકામ વિભાગનું સંકલન ન હોવાથી ખાડાઓ કર્યા બાદ યોગ્ય સમયે અને યોગ્ય રીતે પુરાણ થતું નથી, વોટર વર્કસ વિભાગ ખાડાઓ કરે છે તે પછી બાંધકામ વિભાગ તુરંતજ મેટલીંગ અને મોરમ નાખી ડામરનું કામ કાપ ટલ્લે ચડી જતું હોવાથી આ બધી સમસ્યાઓ શિરોવેદના બની ગઈ છે. (૨) મીલપરા વિસ્તારમાં પાણી વિતરણ માટેની પાઈપલાઈનો વર્ષેા જૂની છે. આસપાસના વિસ્તારોમાં પાઈપ લાઈનો બદલાઈ મૂઠી છે. જયારે મીલવદશ વર્ષથી બદલાઈન નથી. આથી જૂની પાઈપ લાઈનો વારંવાર શીકેજ થાય છે, પાણીનું વિતરણ યોગ્ય રીતે થતું નથી અને પીવાના શોખ્યા પણીનો બગાડ થાય છે. (૩) મીલપરા રાજકોટ એસ. ટી. બસ કનક રોડ તથા ઢેબર રોડ નજીકનો વિસ્તાર હોય ૨૪ કલાક ધમધમતો રહે છે. તેથી અગાઉની જુની ટયુબલાઈટ બદલી તેની જગ્યા નવી ઓછા વોટની એલ.ઈ.ડી. ફીટ કરવામાં આવેલ છે. જેનાથી પુરતો પ્રકાશ મળતો નથી. તેથી વધુ વોટની એલ.ઈ.ડી. ફીટ કરાવવી અત્યતં જરી છે. (૪) મીલપરા વિસ્તારમાં સીટીઝન કોર્મસીયલ બેન્કની શેરીમાં જાહેર સુચિનો ભગં થાય તે લકો જાહેરમાં લઘુશંકા કરે છે. જેના કારણે ત્યાંથી પસાર થયુંએ ખુબજ ત્રાસ દાયક છે.
જો કે રોડની સામેની સાઈડમાં સુલભ શૌચાલય આવેલ હોવા છતાં લોકો ત્યાં જતાં નથી. જેથી તે ખાંચો દિવાલ કરી બધં કરી દેવો જોઈએ. (૫) ઢેબર રોડ તેમજ કાન્તા ક્રી વિકાસ ગૃહ રોડ પર આવેલ દુકાનદારો જાહેરમાં કચરો નાખી ગંદકી કરે છે. દુકાનદારો પોતાની દુકાનમાં ડસ્ટબીન રાખતા નથી કે પોતાનો કચરો ટીપર વાહનમાં પણ નાખતા નથી. જેથી તેઓ વિદ્ધ દડં પી કાર્યવાહીઓ કરવી અત્યતં આવશ્યક છે. મીલપરા વિસ્તારના સ્વીપરો પણ મોટો મોટો કચરો લઈ જાય છે અને પૂળના ઢગલાઓ છોડી દે છે. (૬) આર્યસમાજ પાસે સીટી બસ સ્ટેન્ડનું અસ્તીત્વ જ ન હોય તેવું લાગે છે. આથી ત્યાં વ્યવસ્થિત સીટી બસ સ્ટેન્ડ બનાવવું જરી છે. (૭) ઉપરોકત હકીકતે મીલ પરા વિસ્તારના રહેવાસીઓ માત્ર ટેક્ષ ભરે છે પરંતુ તેઓને કોઈ સુવિધા મળતી નથી આથી જો તાત્કાલિક ધોરણે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સમગ્ર બિલ પર આ વિસ્તારના રહેવાસીઓ દ્રારા ગાંધીજીએ માર્ગે આંદોલન કરીને મ્યુનિસિપલ કોર્પેારેશનના તમામ પ્રકારના ટેકસ ભરપાઈ કરવાનો બહિષ્કાર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech