રામ મંદિર અયોધ્યા અયોધ્યા શહેર તેના નાથના આગમન માટે સજ્જ થઈ રહ્યું છે.જેની દરેક ભક્ત જન ઘણા વર્ષોથી રાહ જોતું હતું તે મંદિરમાં ભગવાન રામ બિરાજ માન થશે અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક થવાનો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વીવીઆઈપી લોકો આવશે. તે તમામને આમંત્રણ પત્રો આપવામાં આવશે અને હવે પ્રથમ આમંત્રણ પત્રની તસવીરો પણ સામે આવી છે.
લાલ રંગના આ કાર્ડ પર કેસરી રંગમાં મેસેજ લખવામાં આવ્યો છે. ત્યાં રામ મંદિર પણ બનેલું છે. આ કાર્ડમાં શ્રી રામની તસવીર પણ જોવા મળશે.
પ્રકારની છે આમંત્રણ પત્રિકા
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ આમંત્રણ પત્રમાં રામ મંદિર અને શ્રી રામ સાથે સંબંધિત દરેક માહિતી આપવામાં આવી છે.
મહેમાનોની સ્કેનિંગ દ્વારા ચકાસણી કરવામાં આવશે
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર મહેમાનોની સુરક્ષા માટે પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોકલવામાં આવતા આમંત્રણ પત્ર પર QR કોડ પણ પ્રિન્ટ કરવામાં આવ્યો છે જેથી કરીને આમંત્રિત મહાનુભાવના વેશમાં કોઈ અનિચ્છનીય તત્વ સ્થળ અને રામનગરીમાં પ્રવેશી ન શકે. સુરક્ષાકર્મીઓ તેને સ્કેન કરશે અને ગેસ્ટની ચકાસણી કરશે.
QR કોડ એ આમંત્રણ પત્રનો એક ભાગ
ADG ઝોન પીયૂષ મોરડિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, QR કોડ એ આમંત્રણ પત્રની તપાસ કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત એક પાસું છે. તેમણે કહ્યું કે સુરક્ષાની સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે ઉત્સવમાં આવનાર દરેક આમંત્રિત મહેમાન કોઈપણ મુશ્કેલી વિના મંદિરમાં પહોંચે અને અહીંથી સરળતાથી રવાના થઇ શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech