ઈસરો ચેરમેન, રામમંદિરના ચીફ આર્કિટેકટની હાજરીમાં યોજાશે ભારતીય વિજ્ઞાન સંમેલન

  • December 09, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઇબ્રન્ટ ગુજરાત-ભારતીય વિજ્ઞાન સંમેલનઙ્ગું આયોજન તા. ૨૧ થી ૨૪ દરમિયાન સાયન્સ સીટી, અમદાવાદ ખાતે જેમા ભારતીય વિજ્ઞાન આધારિત એક્ઝિબિશન ભારતના સુપ્રસિદ્ધ ૭ જેટલા વૈજ્ઞાનિકો સાથે બાળકો નો સંવાદ વિજ્ઞાનના પ્રયોગો નો લાઈવ ડેમો, વૈજ્ઞાનિક પુસ્તકોનો મેળો,ભારતીય વૈજ્ઞાનિકો ઉપર ફિલ્મ પ્રદર્શન, સાયન્સ કલ્ચર પ્રોગ્રામ,ઇલેક્ટ્રિકલ, ફાયર અને રોડ સેફ્ટી જેવા વિષયો ઉપર વર્કશોપનું આયોજન અને પર્યાવરણ બાબત ચર્ચા કરવામા આવશે.


આ કોન્ફરન્સમા ૧૬ વિષય એવા લેવામાં આવ્યા છે કે જેમાં ભારતીય વિજ્ઞાન અને ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા પ્રાચીન થી લઈને અર્વાચીન સુધીના વિષયો ઉપર જે સંશોધન થયું હોય તેના ઉપર ચર્ચા થઈ શકે એવી થીમ છે.આવનારા સમયમાં ભારત અને ગુજરાતના વિકાસ માટે ભવિષ્યમાં શું કરવું જોઈએ એવા વિષયની પણ થીમ છે.સમાજને સંશોધનની દ્રષ્ટિએ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેવા વિષય અલગ અલગ થીમમાં આવરી લેવામાં આવે છે.ભારતની દરેક રાજ્યની પ્રાદેશિક ભાષા ઉપર પોતાના સંશોધન રજૂ કરી શકશે. જેમાં આશરે અઢી હજારથી વધારે સંશોધકો ઉપસ્થિત રહેશે.ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવા માટે ૮૦ જેટલા વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે.



એસ સોમનાથ જી, ઇસરો ચેરમેન, ચંદ્રકાંત સોમપુરા, ચીફ આર્કિટેક ઓફ અયોધ્યા રામ મંદિર, આયુષ સેક્રેટરી ડોક્ટર રાજેશ કોટેચાજી, ભારત સરકાર, ડીએસટી સેક્રેટરી અભય કરંડીકર, ભારત સરકાર, ડાયરેક્ટર જનરલ સીએસઆઈઆર, ડોક્ટર કલઇશેલ્વી ઉઙ્કસ્ઙ્ખિત રહેશે.
વિજ્ઞાન ને લગતા ૧૦૦૦ જેટલા પુસ્તકો ની પ્રદર્શનની અને એ પુસ્તકમાં રહેલું વિજ્ઞાન ની બાબતમાં શોર્ટ નોટ ની સ્ટેન્ડી નું પ્રદર્શનનું આયોજન થશે. જે વિજ્ઞાન ભવન નોબલડોમ મોં અલગ અલગ 


જગ્યા ઉપર આવા સ્ટેન્ડી અને પોસ્ટર લગાવવામાં આવશે. એક નવાચાર ને ધ્યાનમાં લઈને વિજ્ઞાનના ૧૦,૦૦૦ પુસ્તકો ભેગા કરવાનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે જે જરૂરિયાત મંદોને અને સાયન્સ સીટી ને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. ભારતના વૈજ્ઞાનિકો ઉપર ચાર જેટલી ફિલ્મો બનાવવામાં આવી છે તથા ભાગ લેનાર દ્વારા પણ ફિલ્મો બનાવી છે તેના વિવિધ શોના કાર્યક્રમો થશે.
તારીખ ૨૧, ૨૨ અને ૨૩ ના રોજ સાંજે ૭:૩૦ સુધી વિવિધ કલ્ચર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પણ આર્ટસ અને મ્યુઝિકમાં રહેલું વિજ્ઞાન વિશે પણ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application