'INDIA' : 26 વિપક્ષી દળોએ ભેગા મળી પોતાના પક્ષનું રાખ્યું નવું નામ

  • July 18, 2023 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિરોધ પક્ષોએ તેમના મોરચાનું નામ 'INDIA' એટલે કે Indian national democratic exclusive alliance રાખ્યું છે. આ દરમિયાન ઘણા નેતાઓએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે બેંગલુરુમાં સભાનો હેતુ દેશ, લોકતંત્ર અને બંધારણને બચાવવાનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકારજુગ ખડગેએ 2024ની લોકસભા ચૂંટણી પહેલા રણનીતિ પર ચર્ચા કરવા માટે 26 વિપક્ષી દળોની બેઠકમાં મંગળવારે કહ્યું કે કોંગ્રેસને સત્તા અથવા વડા પ્રધાન પદમાં રસ નથી.


2024ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે તમામ રાજકીય પક્ષો એકઠા થયા છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને તરફથી તેમના જૂથને મજબૂત બનાવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બેંગલુરુમાં 26 વિરોધ પક્ષોની બે દિવસીય બેઠક યોજાઈ રહી છે. ગઈકાલે તમામ પક્ષો અનૌપચારિક વાતાવરણમાં એકબીજાને મળ્યા હતા. સોનિયા ગાંધી, મમતા બેનર્જી, મલ્લિકાર્જુન ખડગે, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે જેવા તમામ વિપક્ષી નેતાઓએ આમાં ભાગ લીધો હતો. એનસીપીના વડા શરદ પવાર આજે આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application