ત્રીજા તબક્કામાં 11 રાજ્યોમાં આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

  • May 07, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સપા પ્રમુખ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે મતદાન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ મતદાન કર્યું છે.વોટ આપ્યા બાદ અખિલેશે કહ્યું કે, ભાજપ દ્વારા જાણી જોઇને ઉનાળામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. ઉનાળામાં જે મતદાન થઈ રહ્યું છે તે એક મહિના અગાઉ પણ થઈ શક્યું હોત. અખિલેશે કહ્યું, આ વોટ તમારું જીવન બદલી શકે છે. હું તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરું છું. આ મત બંધારણને મજબૂત કરશે. જેટલા વધુ મતદાન થશે તેટલો લોકશાહીમાં વિશ્વાસ વધશે. આપનો મત પરિવર્તન લાવે છે. તેમણે ભાજપને નિશાન બનાવીને કહ્યું કે ન તો ખેડૂતની આવક બમણી થઈ છે, ન તો રોજગાર છે. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા લખે છે ત્યારે તેના પેપર લીક થઈ જાય છે. મોંઘવારી તેની ટોચ પર છે. સામાન્ય લોકોને આજે મોંઘવારી લાગે છે. મોંઘવારી એટલા માટે પણ છે કારણ કે ભાજપ કેટલાક લોકોને નફો આપવા માંગે છે.
 

આજનો દિવસ લોકસભાની ઘણી બેઠકો માટે તેમજ અનેક રાજકીય અગ્રણીઓ માટે ખાસ છે. ત્રીજા તબક્કા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ ચૂંટણી જંગમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશના રાજગઢથી ચૂંટણી લડી રહ્યા છે. ડિમ્પલ યાદવ ઉત્તર પ્રદેશના મૈનપુરીથી ચૂંટણી લડી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, બધા મળીને આ વખતે કોંગ્રેસને જીતાડશે. કોંગ્રેસ પ્રચંડ બહુમતી સાથે ચૂંટણી જીતી રહી છે. ચૂંટણી પંચે મતદાનના દિવસે સાંજે જ મતદાનનો ડેટા આપવો જોઈએ. આ વખતે ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો છે, લોકો આ મુદ્દા પર જ મતદાન કરી રહ્યા છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાત્રે 9 વાગ્યા સુધી આસામમાં 10.12%, બિહારમાં 10.03%, છત્તીસગઢમાં 13.24%, દાદરા અને નગર હવેલીમાં 10.13%, દમણ અને દીવમાં 10.13%, ગોવામાં 11.83%, 4.4% મતદાન થયું હતું. ગુજરાતમાં 9.45 ટકા, કર્ણાટકમાં 14.07 ટકા, મહારાષ્ટ્રમાં 6.64 ટકા, ઉત્તર પ્રદેશમાં 11.13 ટકા અને પશ્ચિમ બંગાળમાં 14.60 ટકા મતદાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application