ચાલુ મેચમાં કેપ્ટન શર્માનો ગુસ્સે કાબૂ બાર થયો, સાથી ખેલાડીને બેફામ ગાળો આપતો વિડીયો થયો વાઈરલ

  • February 04, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 396 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની શરૂઆત સારી હતી પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી હતી. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની બોલિંગને કારણે ઈંગ્લેન્ડે 200ની અંદર 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


રોહિત શર્મા સાથે દુર્વ્યવહાર કરતો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે પોતાના સાથી ખેલાડી સાથે દુર્વ્યવહાર કરતો સંભળાયો છે. જો કે રોહિતે કોઈ સાથે દુર્વ્યવહાર કર્યો હતો કે કેમ તે સ્પષ્ટ નથી. વીડિયોમાં રોહિત દેખાતો પણ નથી. આ વીડિયો ઈંગ્લેન્ડની ઈનિંગની 31મી ઓવર પછીનો છે. જોની બેરસ્ટો ટીવી સ્ક્રીન પર દેખાતો હતો. પરંતુ સ્ટમ્પ માઈકમાંથી રોહિત શર્માની ગાળોનો અવાજ આવી રહ્યો છે. જોકે દાવો કરી શકાય એમ નથી કે અવાજ રોહિત શર્માનો જ છે કે કેમ, કારણ કે આ કોઈ અન્ય ખેલાડીનો અવાજ પણ હોઈ શકે.


આ પહેલીવાર નથી જ્યારે રોહિત શર્માનો આવો વીડિયો વાયરલ થયો હોય. રોહિત શર્માને ભૂતકાળમાં પણ ઘણી વખત અપશબ્દો બોલતા સાંભળવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ આવું બન્યું હતું. ડીઆરએસ લેતી વખતે તેના મોઢામાંથી અપશબ્દો નીકળ્યા. આ પહેલા વર્લ્ડ કપ દરમિયાન પણ આવું બન્યું હતું. ઈશાન કિશને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રોહિત ભાઈ મેદાન પર ગાળો બોલે છે. રોહિત ભાઈ ઘણીવાર શાંત રહે છે. પરંતુ મેચ દરમિયાન જો કોઈ સાથી ખેલાડી કોઈ ભૂલ કરે તો તેના પર ગુસ્સો પણ કરે છે. પરંતુ જ્યારે મેચ પૂરો થાય, ત્યારે તે આ બાબતોને દિલ પર ન લેવા સલાહ આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application