ઠંડીની સિઝનમાં દારૂની મોસમ ખીલી: ત્રણ દરોડામાં ૧૭૭૬ બોટલ ઝડપાઇ

  • January 03, 2023 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુષ્કરધામ નજીક કેવલમ આવાસ પાસેથી ૧૬૦૮ બોટલ દારૂ સાથે એક ઝબ્બે:રૈયામાં ૪૮ બોટલ અને દારૂના ૯૬ ચપલા સાથે રિક્ષાચાલકને પકડાયો:કેવડાવાડી પાસે રિક્ષામાં ૧૨૦ બોટલ સાથે બે ઝડપાયા: કુલ રૂ.૧૦.૪૯ લાખનો મુદ્દામાલ કબજે



શિયાળાની ઠંડીમાં દારૂની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ શહેર પોલીસે અલગ-અલગ ત્રણ દરોડામાં ૧૭૭૬ બોટલ દારૂ અને ૯૬ દારૂના ચપલા સહિત રૂપિયા ૧૦,૪૯,૪૪૦ નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.જેમાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે પુષ્કરધામ નજીક કેવલમ સોસાયટી પાસે આવેલી આવાસ યોજના ક્વાર્ટરમાં ૧૬૦૮ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે એલ.સી.બી ઝોન-૨ ની ટીમે રૈયામાં ૪૮ બોટલ દારૂ અને ૯૬ ચપલા સાથે રિક્ષાચાલકને જયારે કેવડાવાડીમાં રિક્ષામાં ૧૨૦ બોટલ સાથે ભક્તિનગર પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા.




દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ બી.આર. ભરવાડ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પુષ્કરધામ મેઇન રોડ પર આવેલી કેવલમ સોસાયટી સામે આવેલા આવાસ યોજના કવાર્ટર નજીક આંગણવાડીની દીવાલ પાસે ખુલ્લા મેદાનમાં દારૂના મોટા જથ્થાનું કટિંગ થાય તે પૂર્વે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં રેડ કરતા અહીંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૧૬૦૮ બોટલ મળી આવી હતી પોલીસે દરોડા દરમિયાન રૂપિયા ૩.૬૫ લાખની કિંમતનો દારૂ,બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂ ૮૫૬૬૪૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી શાહરૂખ અનવરભાઈ જુમાભાઈ સમા (ઉ.વ ૨૪ રહે.કોઠારીયા રોડ ભવાની ચોક કીર્તિ ધામ સોસાયટી શેરી નંબર 2)ને ઝડપી લીધો હતો તેની પૂછતાછ કરતા દારૂ અહીં કેવલમ સોસાયટી સામે આરએમસી કવાર્ટરમાંરહેતા શાહરૂખ ઉર્ફે રીઝવાન શાહબુદ્દીનભાઇ બેલીમે ઉતાર્યો હોવાનું માલુમ પડતાં પોલીસે બંને સામે ગુનો નોંધી અન્ય આરોપી શાહરૂખ ઉર્ફે રીઝવાનને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.




દારૂના અન્ય એક દરોડામાં એલસીબી ઝોન-૨ ના પી.એસ.આઈ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા,રાહુલભાઈ ગોહેલ અને કોન્સ્ટેબલ જયંતિગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ પર તુલસી સુપર માર્કેટથી આગળ આવેલી આવાસ યોજના કાવર્ટરના ગેટ પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી રિક્ષાને અટકાવી તલાશી લેતા તેમાંથી ૪૮ બોટલ દારૂ અને ૯૬ દારૂના ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી રિક્ષાચાલક ઝાકીર અનવરશા શાહમદાર (ઉ.વ ૨૬ રહે. આવાસ યોજના કવાર્ટર રૈયારોડ) ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને રિક્ષા તથા મોબાઇલ સહિત કુલ રૂ૬૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપી સામે પ્ર.નગર,યુનિવર્સિટી અને કાલાવડ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.



જ્યારે અન્ય એક દરોડામાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એચ.જે.રાયઝાદા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા અને વિશાલભાઈ દવેને મળેલી બાતમીના આધારે કેવડાવાડી મેઇન રોડ પર બોમ્બે આર્યન સામે રિક્ષામાં દારૂની હેરફેર કરતા સલીમ ઈકબાલભાઈ પરમાર (ઉ.વ ૨૨ રહે હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર દૂધની ડેરી પાછળ દૂધસાગર રોડ) અને સલમાન નનકેભાઇ શાહમદાર(ઉ.વ ૨૦ રહે જંગલેશ્વર શેરી નંબર ૫ હૂસેનીચોક)ને ઝડપી લીધા હતા. પોલીસે રિક્ષામાંથી ૧૨૦ બોટલ દારૂ કબજે કર્યો હતો.પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application