નવસારીમાં મોરારી બાપુ દ્વારા રામકથાનું ગાન થશે

  • March 12, 2023 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

દક્ષિણ ગુજરાતની સંસ્કાર નગરી નવસારી ખાતે સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય અને સર્વ ભૂત પ્રિતાય,મોરારીબાપુની તલગાજરડી વ્યાસપીઠ દ્વારા તેમના કૂલ કથા ક્રમની ૯૧૪મી રામકથાનું ગાન આરંભાશે. નિમિત્ત માત્ર યજમાન કૌશલ્યાબેન પરભુમલ લાલવાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કથા પ્રેમી ભાવકોને કથા શ્રવણ માટે નવસારી પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


સત્ય, પ્રેમ અને કરુણાના ઉદ્ગાતા બાપુ ઘણાં વર્ષો પછી નવસારીની ભૂમિને રામકથાના મધુર મંગલ ગાનથી આપ્લાવીત કરવા પધારી રહ્યા છે. ત્યારે નવસારી શહેર અને દક્ષિણ ગુજરાતની જનતા આ અમુલખ અવસરનાં રૂડાં વધામણાં કરવા થનગની રહી છે.કથાનો પ્રારંભ તારીખ ૨૨ માર્ચ, સાંજના ૪ કલાકે નવસારીના લૂન્સીકૂઈ ગ્રાઉન્ડ ખાતે થશે. ૨૩ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન સવારના ૧૦ કલાકથી બપોરના ૧-૩૦ સુધી કથાગાનનો સમય રહેશે. આસ્થા ટીવી તેમ જ યુટ્યૂબનાં માધ્યમથી કથાનું લાઇવ પ્રસારણ માણી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application